ઉનામાં વરસાદી માહોલ:ઉનાના સીમાસી ગામે એક કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો; જરગલી, કાણકીયા, કરેણીમાં અડધો ઇંચ

ઉના24 દિવસ પહેલા

ઉના પંથકમાં બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવિજ સાથે ગઇ કાલે દેલવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને શહેરમાં વરસાદી ઝાંપડા વરસ્યા હતા.

ત્યારે આજે વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ તાલુકાના સીમાસી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી ગયેલ હોવાનું જાણવા મળેલ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ચાલતા કરી દીધા અને સમગ્ર વાતાવરણ વરસી માહોલ જોવા મળ્યો હતો. આ સીવાય આજુબાજુના ગામોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સીમાસી 1 , કાણકીયા, કરેણી, જરગલી ગામમાં અડધો તેમજ આ સીવાયના અન્ય ગામોમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. તો ક્યાંક અડધો ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...