કાર્યવાહી:યુવતી પાસેથી બાળક છીનવી લઈ કાઢી મૂકી, પિધેલા સાસરિયાઓ પોલીસ મથકે પહોંચતા જેલ હવાલે કરાયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊનાથી 10 કિમી દૂર આવેલા એક ગામની યુવતીને ગામનો જ શખ્સ ભગાડી ગયો 'તો
  • રાજકોટ નારી સુરક્ષા ગૃહમાં મોકલી અપાશે, પગપાળા ચાલી ઊના પહોંચી’તી

ઊનાથી 10 કિમી દૂર આવેલા એક ગામની યુવતીને ગામનો જ શખ્સ ભગાડી ગયો હતો અને 2 વર્ષ સુધી રીતરીવાજ કે કોર્ટ મેરેજ કર્યા ન હતા. અને આ યુવતી દોઢ વર્ષના બાળકની માતા બની ગઈ હતી. બાદ હાલમાં પણ પાંચ મહિનાનો ગર્ભ હોય. જો કે, તેમને સાસરિયાઓ દ્વારા દુ:ખ ત્રાસ અપાતો હતો. તેમજ મારકૂટ પણ કરાતી હોય બાળકને છીનવી લેતા આ યુવતી પગપાળા ચાલી ઊના પોલીસ મથકે મહિલા સહાયતા કેન્દ્ર પર પહોંચી હતી. બાદમાં આ સેન્ટરનાં મનિષાબેન તેમજ સોનલબેન દ્વારા કાઉન્સેલીગ કરાયું હતું. આ ઉપરાંત રજૂઆત પણ સાંભળી જમવાની વ્યવસ્થા ઉપરાંત ખર્ચ માટે નાણાં અપાયા હતા. અને સામાપક્ષને બોલાવી વાતચીત કરી હતી.

પરંતુ એ લોકો નશાની હાલતમાં પોલીસ સ્ટેશન આવ્યા હોય જેથી કાનુની કાર્યવાહી કરી જેલ હવાલે કરાયા હતા. અને યુવતીને પિતાના ઘરે મોકલી અપાઈ હતી. જો કે, બાદમાં 30 ઓગસ્ટના રોજ પણ આ યુવતી બાળકને લઈ આવી હતી. અને નારી સુરક્ષા ગ્રૃહમાં મોકલવા જણાવ્યું હતું. બાદમાં જરૂરી કાગળો તૈયાર કરાયા હતા. અને ગીર-સોમનાથ 181ની વાન બોલાવી બે દિવસ માટે યુવતી અને બાળકને વેરાવળ વનસ્ટોપ સેન્ટર પર રખાશે. બાદમાં રાજકોટ નારી સુરક્ષા રૂમમાં મોકલી અપાશે. આ સમગ્ર કામગીરી દરમિયાન ઊના પોલીસ સ્ટેશનના પીઆઈ મસી, સ્ટાફ દ્વારા પણ સતત સહયોગ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...