બાળકોના જીવ જોખમમાં:ગીરગઢડાના ધોકડવા ગામે બાળકે કહ્યું, આંગણવાડીમાં પંખા નથી ગરમી બહુજ થાય છે હું ભણવા નહીં જાઉં

ઊના9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોકડવામાં આંગણવાડી કેન્દ્રનું મકાન પણ જર્જરિત હાલતમાં

એજ્યુકેશન ગીરગઢડાના ધોકડવા ગામે આંગણવાડી કેન્દ્ર નં 3 માં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખા બંધ હોવાના કારણે બાળકો હેરાન થઈ રહ્યાં છે. તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને આંગણવાડી મકાન જર્જરીત હાલત હોય બાળકોના જીવનું જોખમ મંડાય રહ્યુ છે. ત્યારે આ બાબતે અગાઉ તાઉતે વાવાઝોડા બાદ ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરવા છતાં કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

અભ્યાસ અર્થે આવતા બાળકોના જીવ જોખમમાં
ગીરગઢડાના ધોકડવા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં.૩ મકાન જર્જરીત હાલતમાં અને સ્લેબના પોપડા ઉખડી ગયા છે. ત્યારે અભ્યાસ અર્થે આવતા બાળકોના જીવનું જોખમ મંડાય રહ્યુ છે. તેમજ હાલ ઉનાળામાં કાળજા કંપાવે તેવી ગરમીના ઉકળાટ વચ્ચે આ ઓરડામાં પંખા બંધ હાલતમાં છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે તંત્રના અધિકારીઓ ઉનાળામાં એસીમાં બેઠા છે ત્યારે બાળકોને આંગણવાડીમાં પંખા બંધ હોવાથી ઉકળાટમાં બેસાડવામાં આવી રહ્યા છે.

ઓરડામાં નવા પંખા ફિટ કરાવા વાલીઓની માંગણી
આ બાબતે ઉચ્ચ અધિકારીએ બાળકના હિતને ધ્યાને રાખી આંગણવાડીના ઓરડામાં નવા પંખા ફિટ કરાવવાની વ્યવસ્થા કરાવવા વાલીઓની માંગણી ઉઠવા પામેલ છે. જ્યારે ઉનાળાની સીઝનમાં અધિકારીઓ એસીમાં બેઠા છે ત્યારે નાના- નાના ભુલકાઓની શું હાલત થતી હશે તે બાબતે તંત્રએ વિચારવુ જોઇએ.

તંત્ર આંગણવાડીમાં તાત્કાલીક વ્યવસ્થા કરે તેવી માંગણી
​​​​​​​​​​​​​​
ધોકડવા ગામે રહેતા રાજુભાઇ દુલાભાઈ બલદાણીયાએ જણાવેલ કે પોતાના છોકરાઓને આંગણાવાડી કેન્દ્રમાં ભણવા નહી જવા કહેલ કેમ કે તેમના બાળકે આંગણવાડીમાં ભણવા જાયે ત્યા પંખા નથી ગરમી બહુજ થાય છે એટલે હુ ભણવા નહીં જાવ તેવુ જણાવતા રાજુભાઇ બલદાણીયાએ પોતાના બાળકને આંગણવાડીએ જવા દેવાનું ટાળ્યુ હતું. આથી તંત્ર દ્રારા આંગણવાડીમાં તાત્કાલીક પંખા ચાલુ કરાવાની વ્યવસ્થા કરવા માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...