બિનવારસી મૃતદેહ:ઊના શહેરમાંથી અજાણ્યા વૃદ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો; મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો

ઉના9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના શહેરમાં કેસર બાગની બાજુમાં એક વૃદ્ધ ભિક્ષુકનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ હિંદુ યુવા સંગઠન ભારતના ગીર સોમનાથ ઉપાધ્યક્ષ મહેશ બારૈયાને થતાં તાત્કાલિક હિન્દુ યુવા સંગઠન ભારત અને ગૌરક્ષક દળના સેવાભાવિ યુવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મૃતદેહની તપાસ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
ઉના શહેરમાં કેસર બાગની બાજુમાં એક વૃદ્ધ ભિક્ષુકનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ હિંદુ યુવા સંગઠન ભારતના ગીર સોમનાથ ઉપાધ્યક્ષ મહેશ બારૈયાને થતાં તાત્કાલિક હિન્દુ યુવા સંગઠન ભારત અને ગૌરક્ષક દળના સેવાભાવિ યુવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. બાદમાં આ વૃદ્ધના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને હોસ્પિટલના તબીબે કાર્યવાહી બાદ સેવાભાવી યુવાનો તેમજ પોલીસ સ્ટાફ સાથે રહી વૃદ્ધ ભિક્ષુકનો મૃતદેહ દીવ હોસ્પીટલ ખાતે કોલ્ડરૂમમાં મોકલી આપવામાં આવ્યો હતો. જોકે આ ભિક્ષુકની ઓળખ થઇ ન હોવાથી બિનવાસુ મળેલા મૃતદેહની તપાસ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...