સગીરા પર બળાત્કાર:ઊનાના કાળાપણ ગામે લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગામનો જ શખ્સ અપહરણ કરી ગયો'તો

ઊનાના કાળાપણ ગામે રહેતી સગીરાને એજ ગામના શખ્સે લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોય અને દુષ્કર્મ આચરેલ હોય જેથી સગીરાના પિતાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કાળાપાણ ગામે રહેતી સગીરાને ગામના જ અરવિંદ રામુ મજેઠીયાએ લગ્ન કરવાની લાલચ આપી 1 જુને રાત્રીના સમયે ભગાડી લઇ ગયેલ અને ભાવનગર, જામનગર, કચ્છ સહીત અલગ અલગ જગ્યાએ લઇ ગયેલ હતો. અને તેમના પર દુષ્કર્મ આચરેલ હોય આ બાબતે ભોગ બનનારના પિતાએ પોલીસમાં ફરીયાદ નોધાવેલ હોય અને પોલીસે શખ્સે પકડી પાડવા તપાસ હાથ ધરેલ હતી.

અને બન્નેને અમરેલીના ધારી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને આ અંગે ભોગ બનનારના પિતાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે પોસ્કો, દુષ્કર્મ, એટ્રોસીટી સહીતનું કલમો હેઠળ ગુન્હો નોધી આગળની વધુ તપાસ જીલ્લા પોલીસ ડીવાયએસપી જી બી બાંભણીયા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...