જ્યારે આમ જનતા માહિતી અધિકારી કાયદા હેઠળ માહિતી માંગે ત્યારે નિયમાનુસાર મુદતમાં માહિતી આપવાને બદલે નિયમને ઘોળીને પી જઈ માહિતી ન આપતા હોવાની અને આપે તો ઉડાઉ જવાબો આપવાની ફરિયાદ વધી ગઈ છે. ગીર સોમનાથ જિલ્લા મત્સ્યોદ્યોગ નિયામકે અરજદારને બે-બે વર્ષથી માહિતી ન આપતા આયોગે રૂા.પંદર હજારનો દંડ ફટકાર્યો છે.
ગીર સોમનાથ જિલ્લા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વી.કે ગોહેલે ઉનાના રસિકભાઈ ચાવડાને મુદ્દત હરોળ માહિતી ન આપતા તેણે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ-7(1)ની જોગવાઇ મુજબ દિવસ 30માં નિયત સમય મર્યાદામાં અધિનિયમની જોગવાઇ મુજબ માહિતી પૂરી ન પાડવા બદલ માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ-20 હેઠળ કાર્યવાહી કરવા જવાબદાર ગણે છે.
આ અંગે માહિતી રાજ્ય કમિશનરે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને નિયમનું ઉલ્લંધન કરવા બદલ પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારી દીધો છે. આ દંડની રકમ સમયમર્યાદામાં ભરપાઈ ન કરે તો આ રકમ એક માસમાં અંગત રીતે કે પગારની રકમમાંથી કપાત કરીને તા. 15 એપ્રિલ 2023 સુધી આયોગમાં જમા કરાવવા આદેશ કરાયો છે. આ કડક કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક જગ્યાએથી માહિતી આપવાને બદલે અરજદારને ટલ્લે ચડાવનારા અને અપીલમાં જાય એ પછી જ માહિતી આપવાની મનોવૃતિ રાખનારાઓ તથા ઉડાવ જવાબો આપનારા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.