ઊના તાલુકાની 77 ગ્રામ પંચાયત કચેરીમાં 15 વર્ષ જેવા લાંબા સમયથી મહેકમ મુજબ તલાટી મંત્રીની ભરતી ન થઈ હોય જેથી 21 તલાટીઓ પર 77 ગ્રા.પં.ની કામગીરીનું ભારણ જોવા મળી રહ્યુ છે. આ ઉપરાંત 4-4 ગામોની જવાબદારી સોંપવામાં આવી હોય જેથી સમયસર કામ પણ થઈ શકતા નથી.
તા.પં. કચેરી હેઠળના 77 ગામે તલાટી મંત્રી સમયસરની પ્રજાકિય કામગીરી સોંપાતા તેની સાથે રેવન્યુ વસુલાત પંચાયત હેઠળ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળેલાં કામો તેમજ જન્મ મરણ દાખલા કિમીનિયર દાખલા ગામતળની નોંધણી સહિતના અનેક કામોની સાથે જ સરકારનાં વિકાસ યાત્રાનાં ગીત ગવડાવવા અને સરકારી મીટીંગ ચુંટણી કામગીરી પ્રિ-મોન્સુન કામગીરીમાં રહેતાં આ તલાટી મંત્રી સમય મર્યાદામાં કામગીરી ન કરી શકે તો સ્થાનિક કચેરીનાં અધિકારીઓ દ્વારા માનસીક હેરાનગતિ કરાતી હોવાનો શુર પણ પંચાયત કર્મચારીઓમાંથી ઉઠ્યો છે.
કામગીરીના ભારણનાં કારણે એક ગામમાં અઠવાડિયામાં એક દિવસ પંચાયત કચેરી ખાતે તલાટી મંત્રી પહોંચતા હોવાથી સરકારી રેકર્ડ કામગીરી પૂર્ણ થઈ નહીં શકવાના કારણે લાભાર્થી અને નાનાં મોટાં કામો માટે લોકો હેરાનગતિ વેઠવી પડી રહી છે અને તેમાં પણ દર મહિને બે મહિને તલાટી મંત્રીની એકથી બીજા ગામમાં બદલીઓ કરી દેવાતી હોય તેનાં કારણે પંચાયત કચેરી હેઠળના વિસ્તારોમાં પ્રજાકિય વિકાસની યોજનાનું કામ પણ અટકી જાય છે અને સમયસર યોજનાઓ અંતર્ગત કામો નહિં થતાં લોકોમાં પણ આલોચના સરપંચ સદસ્યો અને તલાટી મંત્રીને સહન કરવું પડે છે કેટલીક ગ્રામપંચાયતમાં મહિલા કર્મીઓ હોવાથી રાત્રીના સમયે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવવાં જવા પણ ભય અનુભવી રહ્યાં છે.
તાલુકાના વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રેવન્યુ તલાટી મંત્રી મંડળ તેમજ જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરીને ઊના તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને વસતીને ધ્યાનમાં રાખીને તલાટી મંત્રીનાં મહેકમ મુજબ તલાટી મંત્રીની ફાળવણી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે પરંતુ જિલ્લા પંચાયતનાં અધિકારીઓ અને પદાધિકારીઓને આ તાલુકાના લોકોની સમસ્યા ધ્યાને નહિં લેતાં હોવાનાં કારણે રજુઆત બેરા કાને અથડાતા પ્રજા તકલીફો વેઠી રહીં છે સાથે સાથે તલાટી મંત્રી અને તાલુકા પંચાયત કચેરીનું ડીપાર્ટમેન્ટ પણ પરેશાન થઈ રહ્યું છે.
તાલુકા પંચાયત કચેરીમાં પણ કર્મીઓની ઘટ
આમ તો તા.પં. કચેરીમાં આવેલા વિવિધ વિભાગોમાં પણ કર્મીઓની જગ્યા ખાલી હોય જેથી કચેરીના રૂટીન કામોમાં પણ અડચણ ઉભી થાય છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી તુરંત મહેકમ મુજબના તલાટી મંત્રીની ભરતી કરે એવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ઊના તા.પં. ભાજપ શાસિત હોય અને 15 વર્ષમાં ઘણા ધુરંધર નેતાઓ શાસન કરી ગયા છે. તમામ શાસકોની એક જ માંગ હતી કે, તલાટી મંત્રીની જગ્યા ભરો. પરંતુ કોઈ સાંભળવા તૈયાર જ નથી. આ ઉપરાંત સરપંચો દ્વારા પણ રજૂઆત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.