સોઢીને નિહાળવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા:ઉનામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ સોઢીએ એ.સી. ગ્રુપના ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી

ઉના21 દિવસ પહેલા

ઊના ગોંદરા ચોક વિસ્તારમાં એ.સી. ગૃપ દ્રારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સીરીયલના ફેમશ એવા સોઢીભાઇ ઉના એ.સી.ગૃપના ગણેશજીના પંડાલમાં આવી ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

એ.સી.ગૃપના દીપાબેન બાંભણીયા, મનોજભાઇ બાંભણીયા, મહેકભાઇ બાંભણીયા સહીતના ગૃપ દ્રારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ફેમસ સોઢીને નિહાળમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ સોઢી સાથે સેલ્ફી ખેચી હતી.

અન્ય સમાચારો પણ છે...