ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મોટાડેસર ગામને અડી આવેલ વાડીમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ આગમાં વાડીમાં રહેલો કચરો તથા બાવડના ઝાડ બળીને ખાક થઇ ગયા હતા.
મોટાડેસર ગામે મેન માર્કેટની બાજુમાં આવેલી રણશી સીલોતની વાડીમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જેની જાણ ગામના સરપંચ પ્રતિનિધિ ભરત શિંગડને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા ઘટના સ્થળે તાત્કાલિક સ્ટાફ પહોંચી ગયો અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે પહેલાં જ પાણીનો મારો ચલાવી તેના પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કચરો અને સૂકા ઝાડ બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટના દરમિયાન કોઈ જાનહાની થઈ ન હતી. આગને કાબુમાં લેતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.