વિકાસ ગામડે ન પહોંચ્યો:ઊનામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કિમી ચાલીને કરે છે નદી પાર, 10 વર્ષથી રજૂઆત પણ કોઈ સાંભળતું નથી

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નદી પાર કરીને ભણતું ગુજરાત - Divya Bhaskar
નદી પાર કરીને ભણતું ગુજરાત
  • નદી પાર કરીને ભણતું ગુજરાત

સરકાર દાવાઓ કરી રહી છે કે, છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચી ગયો છે. પરંતુ ઊનાના સીમાસી- કરેણી ગામ વચ્ચે 10 વર્ષ પહેલા કોઝવે તુટી ગયો હતો. અને લોકો રજૂઆત કરીને થાકી ગયા છતાં બન્યો નથી. જેથી વિદ્યાર્થીઓને જીવના જોખમે નદીમાંથી પસાર થઈ 1 કિમી ચાલીને અભ્યાસ માટે જવુ પડી રહ્યું છે.

સરકારનો વિકાસ હજુ સુધી ગામડે પહોંચી શક્યો નથી
આ ઉપરાંત ખેડૂતો પણ બળદગાડા સાથે નદી પાર કરતા જોવા મળી રહ્યાં છે. અને વાડી વિસ્તારમાં રહેતા લોકોની પણ આ જ સ્થિતી જોવા મળી રહી છે. તેથી જ કહી શકાય કે સરકાર ભલે મસમોટી વાતો કરે પરંતુ હજુ સુધી વિકાસ ગામડે પહોંચી શક્યો નથી. સરકાર 20 વર્ષના શાસનને લઈ ઉજવણી કરી રહી છે. પરંતુ હજુ છેવાડાના ગામડા સુધી વિકાસ ન પહોચ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

છાત્રો પણ જીવના જોખમી નદી પાર કરી અભ્યાસ માટે જાય છે
ઊનાના સીમાસી, કરેણી ગામ વચ્ચે કોઝવે ન હોય જેથી 40 થી વધુ ખેડૂત પરિવારોને નદી પસાર કરવાની નોબત આવે છે. તેમજ અભ્યાસ અર્થે જતા છાત્રો પણ જીવના જોખમી નદી પાર કરી અભ્યાસ અર્થે જઈ રહ્યાં છે.10 વર્ષથી રજૂઆત કરાઈ છે. છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ઊના પંથકનાં સીમાસી, કાણકીયા, કરેણી ત્રણ ગામની વચ્ચેથી રૂપેણ નદી પસાર થાય છે. જેમાં બારે માસ પાણી રહેતુ હોય જેથી નદી પર કોઝવે બનાવ્યો હતો પરંતુ તે ઘણા વર્ષથી તુટી જતા વાહન વ્યવહાર તેમજ બળદ ગાડુ ચલાવવું મુશ્કેલ બની ગયું છે. અને લોકોને નાછૂટકે નદીના ધસમચતા પાણીમાંથી પસાર થવુ પડી રહ્યું છે.

40 ખેડૂત પરિવારોનો દરરોજ અવરજવર હાલાકી
હાલ ચોમાસાને લઈ નદીમાં પાણી વધી જવાથી આ વિસ્તારમાં 200થી વધુ વિધા જમીન ધરાવતા 40 ખેડૂત પરિવારોનો કાયમી વસવાટ હોવાથી દરરોજ
અવરજવર કરવા માટે એક જ આ રસ્તો હોય જેના કારણે અભ્યાસ અર્થે જતા છાત્રોને પણ અહીંથી પસાર થવુ પડે છે. તેમજ મહિલાઓને જીવન જરૂરીયાત ચિજ વસ્તુ લેવા માટે પણ અહીંથી જ પસાર થવુ પડે છે.

10 વર્ષથી રજૂઆતો છતા કોઈ ઉકેલ આવતો નથી : ગ્રામજનો
​​​​​​​​​​​​​​
રાત્રી દરમ્યાન નદી પસાર કરવી જોખમી બને છે. આ ઉપરાંત બિમારી કે આકસ્મિત ઘટના બને એ સ્થિતીમાં પણ લોકો મુંજવણમાં મુકાય છે. ગામલોકોએ કહ્યું હતું કે, 10 વર્ષથી રજૂઆતો કરીએ છીએ છતા કોઈ ઉકેલ આવતો નથી. આ ઉપરાંત સેવાસેતુ કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન રજૂ કરાયો હતો. પરંતુ કોઈ સાંભળતુ જ નથી. આમ આજેય લોકો સોળમી સદીમાં જીવતા હોવાનો એહસાસ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત કામ મંજુર થયું હોવા છતાં શરૂ કેમ નથી થતું તે પણ એક સવાલ છે.

3 ગામ વચ્ચે પુલ પસાર કરવો પડે છે
સીમાસી, કરેણી, કાણકીયા ત્રણ ગામ વચ્ચે રૂપેણ નદી નિકળે છે. અને ત્રણ ગામો વચ્ચે આવેલી ખેતિની જમીન અને ત્યાં વસ્તા ખેડૂતોને ત્રણ ગામને જોડતા ગામડામાં આવવા વચ્ચે પસાર થતી નદીના કોઝવે પુલ પરથી નિકળવુ પડે આ કોઝવે 10 વર્ષ પહેલા તૂટી જતાં ધોવાણ થવાથી વાહન વ્યવહાર ચાલી શક્તો નથી. અને ખેડૂત લોકોએ નદીમાંથી નિકળી ઉપરોક્ત ગામો સાથે સંપર્કમાં રહેવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...