કોલેજ અને પરિવારનું નામ રોશન કર્યું:ઉનાની કોલેજના છાત્રે આંતર કોલેજ એથ્લેટિક્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું; 1500 મીટર દોડ 4 મિનિટ અને 39 સેકન્ડમાં પૂર્ણ કરી

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આંતર કોલેજ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દોડની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. હવે આવનારી સ્પર્ધામાં ભાગ લેશે.

જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિઘ શાળા કોલેજના 35 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉનામાં રહેતો અનિલ ભીમાભાઇ બાંભણીયા જેવો ઉનાની એ.આર.ભટ્ટ લો કોલેજમાં અભ્યાસ કરે છે. આ છાત્રએ આંતર કોલેજ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં 800 મીટર દોડ સ્પર્ધા યોજાઇ હતી. તેમાં 2 મિનિટ 09 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી હતી. જેમાં અનિલે બીજા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું હતો. બીજી 1500 મીટર દોડ 4 મિનિટ અને 39 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવી કોલેજ તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું. આ સિધ્ધિ મેળવવા બદલ કોલેજ તેમજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં 30 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. હવે તેઓ આવનારી સ્પર્ધામાં આંતર યુનિવર્સિટીમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...