ઉનામાં માથાભારે શખ્સોનો આંતક:દુકાન ધારકે સીગરેટના પૈસા માંગતા છરીના ઘા ઝીંક્યા, ગલ્લામાંથી રોકડ લૂંટી ફરાર

ઉના23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર ખુલ્લી તલવાર છરીઓ સાથે મફત પેટ્રોલ તેમજ સીગરેટ, માવા માંગીને પૈસા ન આપી હુમલો કરી લુંટ કર્યા અંગેની ઉના પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ઉના શહેરમાં ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા નામચીન શખ્સ રધુ રવિ બાંભણીયા તેમજ રોહિત અનુ પરમાર નામના માથાભારે શખ્સો દ્વારા ઉના ગીરગઢડા રોડ પર આવેલ હરીભાઇ રામભાઇ આહિર પેટ્રોલ પંપ પર નોકરી કરતા હોય એ દરમ્યાન આ બંન્ને માથાભારે શખ્સોએ રાત્રીના નંબર પ્લેટ વગરની સ્કુટી લઇને રૂ.50નું પેટ્રોલ ગાડીમાં નખાવી અને તેના પૈસા માંગતા આ શખ્સો ઉશ્કેરાઇ જઇ ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ આ શખ્સો જશરાજ પાન બીડીની દુકાન ધરાવતા ભુપતભાઇ બચુભાઇ સોલંકીની મોદી ગ્રાઉન્ડ સામે આવેલ કેબીન ઉપર ગયા અને સીગરેટ માંગતા સીગરેટ આપી હતી. માથાભારે બન્ને શખ્સો પાસે પૈસા માંગતા ઉશ્કેરાઇ જઇ ગાળો આપી સ્કુટીની સાઇડમાં બાંધેલ તલવાર કાઢી તથા છરીના ઘા ભુપતભાઇ બચુભાઇ સોલંકીના ડાબા હાથના કાંડા પર મારી ઇજા પહોંચાડી હતી. સાથે ગલ્લામાં વેપારના પડેલા આસરે રૂ.2500થી 3000 લૂંટી નાશી ગયા હતા. આ બન્ને માથાભારે શખ્સો સામે ઉના પોલીસમાં લૂંટની કલમ 394, 324, 506/2 મુજબ વિવિધ કલમ હેઠળ ગુનો નોધી બન્ને શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...