મીની એસટી બસથી વિદ્યાર્થીઓને હાલાકી:સનખડામાં મીની એસ ટી બસમાં વિદ્યાર્થીઓની ઘેટા-બકરાની જેવી હાલત; ઘણાને જગ્યાના અભાવે પરત ઘરે જવાનો વારો

ઉના21 દિવસ પહેલા

ઊનાના સનખડા અને ગાંગડા ગામના વિદ્યાર્થીઓ સલામત સવારી એસ ટી બસમાં મુસાફરી કરી અભ્યાસ અર્થે ઉનાની શાળા કોલેજમાં આવે છે. ઉના ડેપો દ્વારા માત્ર એક મીની એસટી બસ ઉના-સનખડા મુકાયેલી, જેમાં સનખડા અને ગાંગડાના 60 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ જવા આવવા મુસાફરી કરતા હોય છે.

60 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ જવા આવવા મુસાફરી કરે છે
ઊના-સનખડા રૂટ પર મીની એસ ટી બસ મુકી દેવાયેલી હોવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસની અંદર જગ્યાના અભાવે બેસી શકતા ન હોય તેમજ અમુક વિદ્યાર્થીઓને ઉભા રહીને જવાનો વારો આવ્યો છે. તો અમુક વિદ્યાર્થીઓ બસમાં જગ્યાના અભાવે પરત ઘરે જતાં રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડતી હોવાનો વાલીઓમાં સૂર ઉઠી રહ્યો છે. જ્યારે આ મીની બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરાતાં ઘેટા-બકરા ભર્યા હોય તેવી હાલત વિદ્યાર્થીઓની થવા પામી છે. જેથી એસટી ડેપો દ્વારા તાત્કાલિક આ રૂટ પર મોટી બસ મુકવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગણી ઉઠવા પામી છે. અગાઉ ડેપો દ્વારા આ રૂટ પર મોટી એસ ટી બસ મુકવામાં આવી હતી. પરંતુ અચાનક મીની બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...