ઓનલાઇન થતાં કૌભાંડથી બચો:દીવના ઘોઘલા ખાતે RBI અને એક્સીસ બેંકના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન; ડિજિટલ યુગમાં છેતરપિંડીથી બચવા માહિતી અપાઈ

ઉના19 દિવસ પહેલા

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે RBIના સહયોગથી અને એક્સીસ બેન્કના સંયુક્ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલના ડિજિટલ યુગમાં થતાં ઓનલાઇન ટ્રાજેક્શન, વેબસાઇટ તથા વોટ્સએપ પર વગેરેમાં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનું કૌભાંડ વિશે માહિતી આપવામાં આવી હતી.

છેતરપિંડીથી લાખો રૂપિયાનુ કૌભાંડ થાય
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ નગર સ્થિત હોલમાં RBIના સહયોગથી અને એક્સીસ બેન્કના સંયુક્ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન રશ્મિન વ્યાસ દ્વારા ઉપસ્થિત લોકોને હાલના ડિજિટલ યુગમાં જે ઓનલાઇન ટ્રાજેક્શન, વેબસાઇટ તથા વોટ્સએપ પર વગેરેમાં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનુ કૌભાંડ થાય છે. જેને અટકાવવા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જન જાગૃતિ સંદર્ભે વિડિયો દેખાડવામાં આવ્યો
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે, લોકોમાં જન જાગૃતિ આવે અને કૌભાંડના ભોગ બંને નહીં. સેમિનાર દરમિયાન ગુજ્જર દ્વારા બેન્કમાં ચાલી રહેલ સરકારની યોજના વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોજેકટર દ્વારા જન જાગૃતિ સંદર્ભે વિડિયો દેખાડવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડિયા, વિવિધ બેન્કોના મેનેજરો, કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...