શહેરમાં મિલ્કત વેરો ભરપાઈ ન કરનાર આસામીઓના મિલ્કત સીલ તેમજ રહેણાંક વિસ્તારોમાં નળ કનેક્શન કપાત કરવાની કામગીરી ઊના નગર પાલીકાના વેરા વિભાગ દ્રારા હાથ ધરાઈ હતી. જેમાં ન.પાલીકા ચીફ ઓફિસર જયદેવભાઈ જે. ચૌહાણ, ટેક્ષ ઈન્સ્પેકટર ડાયાભાઈ ટી.રાઠોડ તેમજ તેમની ટીમ દ્રારા શહેરના આનંદ બજારમાં લાંબા સમયથી મોટી બાકી રકમ ભરપાઈ ન થયેલ હોય તેવા આસામીઓની 5 દુકાનોમાં સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
તેમજ પારસ સોસાયટીમાં રહેણાંક ધરાવતા લાલજીભાઈ ભીખાભાઈ બાંભણીયાના રૂ.52,830 નો વેરો બાકી હોય તેમના રહેણાંક સ્થળ પર જ નળ કનેક્શન કપાત કરાયું હતજ. જ્યારે 13 મિલ્કત ધારકોના માલિકોએ વેરો વસુલાત કરતા અધિકારીને સ્થળ પરજ રકમ ચુકવણી કરી દેવામાં આવી હતી. બાકી મિલ્કત વેરો ન ભરનાર આસામીઓના માર્ચ 23 સુધીમાં બાકી વેરાઓ સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તેવા આસામીઓ સામે નિયમોનુસર કાર્યવાહી કરી મિલ્કત સીલ અથવા ટાંચમાં લેવા સુધીના પગલાં ભરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. } તસવીર - જયેશ ગોંધીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.