ગાંગડા ગામે દિવ્ય શાકોત્સવ યોજાયો:સત્સંગ સભા-મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું; સંતોએ જાતે રસોઈ બનાવી; 1200-1300 લોકોએ મહા પ્રસાદનો લાભ લીધો

ઉના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના ગાંગડા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પ્રખર ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દિવ્ય શાકોત્સવની સત્સંગ સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહુવા મંદિરથી પૂજ્ય અખંડ મંગલ સ્વામી અને પૂજ્ય સરળ મૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ જાતે રસોઈ બનાવી અને બધાને મહાપ્રસાદનો લાભ આપ્યો હતો. 1200થી 1300 લોકોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો. પૂજ્ય અખંડ મંગલ સ્વામીએ પોતાની રસાળ શૈલીમાં કથા વાર્તાનો લાભ આપ્યો હતો. યુવાનો વ્યસન મુક્ત થાય તે માટે વધુ ભાર મૂક્યો હતો.

ગાંગડા ગામ અને આજુ બાજુના ગામના અને ઉના શહેરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ શાકોત્સવને સફળ બનાવવામાં ગાંગડા સત્સંગ મંડળ અને દાતાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...