રન ફોર યુનિટી:દીવમાં પ્રશાસન દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી, વહીવટીતંત્રના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું

ઉનાએક મહિનો પહેલા

સંઘ પ્રદેશ દીવ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં દીવ જિલ્લા કલેક્ટર ફરમાન બ્રહ્માજીના નેતૃત્વમાં વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રન ફોર યુનિટી( રાષ્ટ્રીય એકતા દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દૌડ ચંદ્રિકામાતા મંદિર હેરિટેજ વોકવેથી કલેક્ટર ફરમાન બ્રહ્માજીના હસ્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ લાઇનમાં ચંદ્રિકા મંદિર હેરિટેજ વોકવેથી ખુકરી મેમોરિયલ સુધી દોડ્યાં હતા.

નાયબ કલેકટર ડો. વિવેક કુમારએ રન ફોર યુનિટીના સંગઠન પર પ્રકાશ ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે, 31-10-2022 સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળો માટે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ, ગૃહમંત્રી તરીકે, 565 રજવાડાઓનું વિલિનીકરણ કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવ્યું. આ કાર્યને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે કલેકટર ફવરમાન બ્રહ્મા, પોલીસ અધિક્ષક અનુજ કુમાર, નાયબ કલેકટર ડો.વિવેકકુમાર , નાયબ વિભાગીય પોલીસ અધિકારી જૈન મનસ્વી, સીસીએફ શિક્ષણ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવી લોકોને સરદાર પટેલ વિશેની જાણકારી આપવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...