લોકો ત્રાહીમામ:ઊના પંથકના સનખડા- ખત્રીવાડા રોડ અતિ બિસ્માર, વાહનચાલકો પરેશાન

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધૂળની ડમરીથી ગ્રામલોકો ત્રસ્ત, તાત્કાલીક કાર્યવાહીની માંગ

ઊના પંથકના સનખડા- ખત્રિવાડા ગામનો રોડ અતિબિસ્માર હોય આ રોડની બન્ને સાઇડોમાં રહેણાંક મકાનો આવેલા છે. અને રોડ પર ધુળની ડમરીઓ ઉડતા મકાનોમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ રસ્તા પર કન્યા શાળા આવેલી હોય જેથી વિદ્યાર્થીઓની અવર જવર થતી હોય છે. આ સીવાય બેંકમાં ગ્રાહકો ખેડૂતો આવતા હોય છે. ત્યારે અતિબિસ્માર રસ્તાને તાત્કાલીક રીપેરીંગ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે. જ્યારે સનખડા- મોઠા- દુધાળા ગામે જવાનાં રસ્તાનું પણ કામ અધુરુ છોડી દેવાયું છે.

આવનાર ચોમાસાની સીઝનમાં ગોઠણડુબ પાણી ભરાશે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડેશે. તેવી સ્થિતીનું નિર્માણ ઉભુ થશે. ત્યારે તંત્ર જાગશે કે શું ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે આ બન્ને ગામના રસ્તાનું કામ ક્યાં કારણે અટકી પડ્યું તે એક સવાલ ઉભો થયેલ અને ક્યારે આ રોડનું કામ શરૂ કરાશે. તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠવા પામેલ છે. સનખડા-ગાંગડા રોડ બિસ્માર હોય આ બાબતે માર્ગ મકાન વિભાગના ના.કા.ઇ. જે. આર. સીતાપરાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ગત તા.30 જુન 2021માં જોબ નંબર આવેલ છે. ટેન્ડર લેવલે હોય આવતી સિઝન દિવાળીમાં કામ થાય. ડામર રોડનું કામ ચોમાસાની સીઝન દરમ્યાન ના થાય.

અન્ય સમાચારો પણ છે...