બેઠક:ઊના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમુહલગ્નોત્સવ બંધ રખાયો

ઊના18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના તાલુકામાં ઉના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિ ટ્રસ્ટની જ્ઞાતિની વાડી કુંભા૨વાડામાં મહાકાલેશ્વર મંદીર પાસે જ્ઞાતિની વાડીમાં તા. 4 સપ્ટે.ના રો તેરમાં સમુહ લગ્ન અંગે જ્ઞાતિના પ્રમુખ નાનજીભાઈ રામજીભાઈ કિડેચાએ કારોબારી સભ્યોને બોલાવી બેઠક કરી હતી. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના કારોબારી સભ્યો હાજ રહ્યાં હતાં.

અને સર્વાનુમતે નકકી થયા મુજબ શ્રીબાઈ આશ્રમ-તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ મંદીરના નવ નિમાર્ણ બાંધકામ થતું હોય જેથી શ્રીબાઈ આમ તાલાલા ખાતે ભવ્ય સમુહ લગ્નનુ આયોજન કરેલ હોય અને સમુહ લગ્નમાં આવેલ રકમ શ્રીબાઈ આશ્રમ -તાલાલાના મંદીરના નવ નિર્માણ માટે ઉપયોગમાં લેવાની હોય જેથી તેમાં સહયોગ આપવા ઉના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિ ટ્રસ્ટ ધ્વારા આયોજીત તેરમાં સમુહ લગ્ન આ વર્ષે બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે. જ્ઞાતિના પ્રમુખ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે.

શ્રીબાઈ આશ્રમ- તાલાલામાં યોજનાર સમુહ લગ્નમાં નોંધણી કરાવા ઈચ્છુક વ્યકિતઓએ તાલાલા પ્રજાપતિ કુભાર જ્ઞાતિ પ્રમુખ મો. 9879185541 તેમજ ઉનાના પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ પ્રમુખ નાનજીભાઈ આર. કિડેચાના મો.9825409790 ઉપર નોંધણી કરાવવી. ઉપરોકત મુજબ શ્રીબાઈ આશ્રમ-તાલાલ ખાતેથી યોજાનાર સમુહ લગ્નમાં તમામ જ્ઞાતિજનોએ હાજરી આપવી તેમજ સાથ સહકાર આપી યોજનાર સમુહ લગ્નને સફળ રીતે પરી પુર્ણ થાય તેમ ઉના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) શાતિ ટ્રસ્ટ-ઉનાના પ્રમુખ નાનજીભાઈ આર.કિડચાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...