ઊનાના સામતેરમાં આવેલ ઓઇલમીલ દ્રારા તેલના પેકિંગમાં લોલમ લોલ ચાલતી હોવાનું બહાર આવેલ જેમાં તેલના 1 લીટર તથા 15 કિલો ટીન પેકિંગમાં આ મીલના સંચાલકો દ્રારા પેકિંગમાં ક્યાંય બેચ નંબર કે મેન્યુફેક્ચરીંગ તારીખનો ઉલ્લેખ ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે ફુડ વિભાગ દ્રારા તટસ્થ તપાસ થાય એવી માંગ ઉઠવા પામી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઊનાનાં સામતેર ગામે આવેલ ઓઇલમીલ દ્રારા શીંગસ્વાદ નામનું શુધ્ધ સીંગતેલના 1 લીટર તથા 15 કિલોના ટીનના પેકિંગ બનાવી બજારમાં હોલસેલરોને ત્યાં રીટેલ વેચાણ અર્થે મુકવામાં આવેલ પરંતુ આ તેલના પેકિંગમાં મેન્યુફેક્ચરીંગ તારીખ બેચ નંબર કે નિયમોનુંસાર જે વિગતો લખવાની થતી હોય તે નિયમોનુસાર ગ્રાહકોના હિત તથા આરોગ્યને નુકસાન ન થાય તે વિગતોનો ક્યાંય ઉલ્લેખ જ થતો હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.
આ બાબતે જાગૃત નાગરીક દ્રારા ફ્રુડ વિભાગમાં પણ રજુઆત કરવા તજવિજ હાથ ધરાઈ છે. કેમ કે આ તેલ બજારમાં વેચાણ અર્થે મુક્યુ તો એ તેલનું ઉત્પાદન ક્યારે કર્યુ તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે. આમ લોકોનો આરોગ્ય સાથે ચેડા થતા હોવાની રાવ ઉઠવા પામેલ છે. ત્યારે જિલ્લા ફુડ ઇનિસ્પેક્ટર દ્રારા તટસ્થ તપાસ થાય અને આ વેચાણ અર્થે મુકેલ તેલના સેમ્પલ લઇ ચેકિંગ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમજ આવા તેલનો જથ્થો કેટલો બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવ્યો તેની પણ તપાસ થવી જરૂરી છે.
શું કહી રહ્યાં છે ઓઈલમીલનાં સંચાલક ?
આ બાબતે ઓઇલમીલના સંચાલકે કહ્યું હતું કે, અમારી બ્રાન્ડનાં તેલનો થોડો જથ્થો સેમ્પલ વેચાણ અર્થે મુક્યો છે. હવે પછીના જથ્થામાં બધી વિગત દર્શાવવામાં આવશે.
સેમ્પલના નામે મુકાયેલ જથ્થો કેટલો ?
ઓઇલ મીલના સંચાલક દ્રારા સેમ્પલ અર્થે તેલનો જથ્થો માર્કેટમાં વેચાણ અર્થે મુકવામાં આવેલ છે. પરંતુ આ સેમ્પલ અર્થે વેચાણમાં મુકવામાં આવેલ તેલનો જથ્થો કેટલો ? તે પણ તપાસનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.