ગીરગઢડામાં કમોસમી વરસાદ:ચિખલકુબામાં રસ્તા પરથી પાણી વહેતા થયાં; ફરેડા ગામમાં કરા પાડ્યાં; કેસર કેરી સહિત અનેક પાકોને ભારે નુકસાનની ભિતી

ઉના9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે ઉના ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ ગીર જંગલ બોર્ડરને અડી આવેલાં ગામોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતાં. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભિતી સેવાઈ હતી.

ગીરગઢડાના ફરેડા ગામમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. તેમજ ધોકડવા, ચીખલ કુબા, નતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી વહેતા થયાં હતાં. રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાઈ ગયાં હતાં. ખેડૂતોના ખેતી પાકો જેવા કે કેસર કેરી, ઘઉં, તલ, બાજરો સહિતના વાવેતર કરેલા પાકોને આ કમોસમી વરસાદના કારણે ભારે વ્યાપક નુકસાનની ભિતી સેવાઈ હતી. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...