અકસ્માતની સેવાતી ભિતી:ઊના પંથકનાં ગાંગડા ગામે કામ અધૂરૂ છતાં રોડ શરૂ કરી દેવાયો

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલા પણ વનવેના કારણે અકસ્માતનો બનાવ બન્યો’તો: હાઇ-વે ઓથોરિટી દ્વારા પુલની સાઇડમાં આડસ મુકવા માંગ

ઊના-ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગાંગડા ગામના પુલ પાસે હાઇવેનું અધુરૂ કામ હોવા છતાં હાઇવે ઓથોરીટી દ્રારા રોડચાલુ કરી દેવાતા વાહન ચાલકોને અકસ્માતની ભીતી સેવાય રહી છે.

માલગામે સર્વિસ રોડનું કામ અધુરું
માલગામે સર્વિસ રોડનું કામ અધુરું

અગાઉ થોડા દિવસ પહેલા એક સાઇડ રોડ ચાલુ હતો અને બીજી સાઇડ રોડ બંધ હોય તે રોડનુ કામ અધુરૂ હોવાથી વનવે રસ્તામાં એસટી બસ અને કંન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર સહીત 12 થી વધુ લોકોને ઇજા થઇ હતી. આ અકસ્માત સર્જાતા હાઇવે ઓથોરીટી દ્રારા અધુરૂ કામ છોડી રસ્તો ખુલ્લો મુકી દીધેલ છે.

જોકે અધુરૂ કામ છોડી મુકતા રસ્તાની બન્ને સાઇડો ખુલ્લી હોય જેથી રાત્રીના સમયે વાહન ચાલકોને ગંભીર અકસ્માત થવાની ભીતી સેવાય રહી છે. આથી હાઇવે ઓથોરીટી દ્રારા રસ્તા પર પુલની સાઇડોમાં આડસ મુકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી ઉઠવા પામી છે.

માલગામે સર્વિસ રોડનું કામ અધુરું
કોડીનારનાં માલગામે સર્વિસ રોડનું કામ અધુરુ હોય જેથી ગ્રામીણ વિસ્તારનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હાલ ફોરટ્રેકનું કામ શરૂ છે. જે પૂર્ણ કરી ચોમાસા પહેલા સર્વિસ રોડનું કામ શરૂ કરાઇ એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...