ઊનાના સીલોજ ગામે રહેતા રાજુભાઇ ભુરાભાઇ બાંભણીયા (ઉ.વ.35) પોતાની છકડો રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા હોય અને બપોરના સમયે રીક્ષામાં પેસેન્જરોને મુકીને પરત કેસરીયાથી સીલોજ ગામ પોતાના ઘરે એકલા ખાલી રીક્ષા ચલાવી આવતા હતા.
ત્યારે સીલોજ નજીક અચાનક છકડો રીક્ષાનાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઇ જતાં હાઇવે રસ્તાની વચ્ચે આવેલ ડીવાઇડરના પથ્થરમાં પટકાતા રાજુભાઇને ગળાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા.
જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. બનાવની જાણ થતા મૃતકના પરીવારજનો, સરપંચ, આગેવાનો હોસ્પીટલે દોડી ગયા હતા. મૃતક યુવાનને ચાર પુત્રો પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની વ્યાપી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.