• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • Retired MP Employee Missing For One and a half Years; Nawabandar Went To The Bank To Withdraw Money And Contacted The Family; Finally Will Be Reunited With The Family

દોઢ વર્ષથી ગુમ વૃદ્ધ પરિવારને મળશે:MPના રીટાયર્ડ કર્મચારી દોઢ વર્ષથી ગુમ હતા; નવાબંદર બેંકમાં પૈસા ઉપાડવા ગયા ને પરિવારનો સંપર્ક થયો; આખરે પરિવાર સાથે મેળાપ થશે

ઉના22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાની નવાબંદર એસ બી એસ બેંકમાં બપોરના સમયે એક અજાણ્યા વયોવૃદ્ધે બેંકના કેશીયરને પોતાનો બેંક ખાતા નંબર આપી પૈસા ઉપાડવાનું જણાવતાં કેશીયરે પાસબુક તેમજ આધાર કાર્ડ માંગતા તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ વયોવૃધ્ધને તેમનો ખાતા નંબર મોઢે યાદ હોવાથી બેંકના કેશીયર યોગેશભાઇ શર્માએ વયોવૃધ્ધની પરિસ્થિતી જોઇ તેમને કઇ રીતે મદદ થાય તેવા પ્રયત્નો કરતાં તેમણે આ વૃદ્ધ સેવકરામ ગુજ્જરને બેસાડી તેમની સાથે વાતો કરી અને ધીમે ધીમે તેમની પાસેથી વિગતો જાણી અને આ સેવકરામે પૈસા ઉપાડવાનું જણાવતા કેશીયર યોગશ શર્માએ ખાતા નંબરની વિગતો જોતાં તેમાં મોબાઇલ નંબર હતો.

સેવકરામ છેલ્લા દોઢ વર્ષથી ઘરેથી ગુમ છે
પરંતુ આ વૃદ્ધ પાસે મોબાઇલ ન હોય તેમ છતાં કેશીયરે વેરીફિકેશન માટે ખાતાની વિગતમાં જે મોબાઇલ નંબર હતો તે નંબર પર ફોન કરતા ફોન મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના એક ગામમાં તેમના પુત્રે ઉપાડ્યો હતો. ઉપરાંત સામેથી બેંકના કેશીયરે સંપૂર્ણ વાત કરતાં તેમના પુત્રે જણાવ્યું હતું કે સેવકરામ તેમના પિતા છે અને છેલ્લા દોઢ વર્ષથી તે ઘરેથી ગુમ થયેલા છે. ઉપરાંત આ અંગેની તેમણે મધ્યપ્રદેશમાં પોલીસમાં ગુમ થયાની નોંધ પણ કરાવેલી હોવાનું જણાવ્યું હતું અને સેવકરામ રેલ્વેના રીટાયર્ડ કર્મચારી છે અને માસીક રૂ. 17 હજાર પેન્શન આવતું હોવાથી તે રકમ ઉપાડવા આવ્યા હતા.

પરિવાર મધ્યપ્રદેશથી ઘરના મોભીને લેવા આવવા નીકળી ગયો
સેવકરામના પુત્રે તેઓ ગુમ થયાની પોલીસમાં જાણ કરી હતી. તેમની વિગત તેમજ તેમના પિતાની સંપૂર્ણ વિગત બેંકના કર્મચારીને મોકલતાં બેંકના કર્મચારીએ નવાબંદર પોલીસને જાણ કરી સેવકરામ વિશે સંપૂર્ણ વિગતો જણાવી હતી. બાદમાં સેવકરામને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા અને તેમના પરિવારને જાણ કરતા તેમનો પરીવાર પણ મધ્યપ્રદેશથી તેમના ઘરના મોભીને લેવા આવવા માટે નીકળી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...