ખાતમુહૂર્ત:દેલવાડા કુમાર શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રિસોર્સ રૂમ શરૂ કરાશે, 11 શાળાઓના વિદ્યાર્થીઓને અપાશે તાલીમ અને શિક્ષણ

ઉના25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેલવાડા ગામમાં કુમાર પે. સેન્ટર શાળામાં દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રિસોર્સ રૂમનું ખાતમુહૂર્ત ગામના ઉપ સરપંચ હાજી શબ્બીરશા બાનવા તેમજ ઉના તાલુકા બી.આર.સી.કો.ઓ. ચંદ્રેશભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ રિસોર્સ રૂમમાં ક્લસ્ટરની કુલ 11 શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ તાલીમ અને શિક્ષણ આપવામાં આવશે. આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ શૈલેષભાઇ, ગ્રામ પંચાયતના સભ્ય લખમણભાઈ, સી.આર.સી. જીતેન્દ્રભાઈ, સ્પે.એજ્યુકેટર મુનેશભાઈ તથા શાળાના આચાર્ય વિજયભાઈ સહિત શાળાનો સ્ટાફના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...