પિતાની હત્યાનો બદલો લેનાર ઝડપાયો:ઉનામાં ટ્રક ચઢાવી પૂર્વ પોલીસમેનની હત્યા કરનારના રીમાન્ડ મંજુર; પોલીસે આગળની તપાસ અંગે કાર્યવાહી હાથ ધરી

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના સીમાસી ગામે ટ્રક ચઢાવી પૂર્વ પોલીસમેનની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ચાર્જશીટ તૈયાર કરી શખ્સને કોર્ટમાં રજુ કરતા તેના ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ગીરગઢડા પોલીસે આગળની વધુ પુછપરછ હાથ ધરી છે.

આગળની તપાસ અંગે કાર્યવાહી હાથ ધરી
સીમાસી ગામે રફીક હુસેનભાઇ વાકોટ નામના પૂર્વ પોલીસ કોન્સટેબલ ચાર દિવસ પહેલાં પોતાની ડોળાસા સીમમાં આવેલી વાડીએથી બાઇક પર પરત જતો હતો. ત્યારે સામેથી ટ્રકમાં આવતા એજાજ અબ્બાસ જુણેજાએ ટ્રક બાઇક પર ચઢાવી હત્યા કરી હતી. જે અંગે રફીકના કાકાના દીકરા નજીર આદમ વાકોટે એજાજ સામે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે તેને ધોકડવા-બેડીયા રોડ પરથી ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સે પિતાની હત્યાનો બદલો લેવા ગુનો આચર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. ગીરગઢડા પોલીસે એજાજ અબ્બાસ જુણેજા શખ્સને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હોવાનું ગીરગઢડા પીએસઆઇ ડાંગરે જણાવ્યું અને આગળની તપાસ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...