ફરિયાદ:ઊનામાંથી બસમાંથી બે બેટરીની ચોરી થતાં રાવ

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને બેટરી ચોરીની ખબર પડી, પોલીસ ફરિયાદ નોંધાઇ

ઊનામાંથી બસમાંથી બે બેટરીની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ શખ્સોને ઝડપી લેવા તજવીજ શરૂ થઇ હતી. ઊના શહેરનાં ગીરગઢડા રોડ પર આવેલ 80 ફૂટ રોડ તુલસીધામ સોસાયટી વિસ્તારમાં પડેલી એક ટ્રાવેલ્સમાંથી 2 બેટરીની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ વિસ્તારમાં બે માસ પહેલા સીતારામ ટ્રાવેલ્સ નં.જીજે-14 ઝેડ- 0945 બસ પાર્કીંગ કરેલી હોય અને બસ માલીક વિનયકુમાર દુર્લભદાસ નિમાવતે બસને શરૂ કરવા માટે સ્લેફ મારતા બસ શરૂ થઈ ન હતી. તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સ 2 બેટરી કિંમત રૂ.10,000ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળતા વિનયકુમાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ નોંંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...