જૂની પેન્શન યોજના શરૂ કરો:900 બાઈક, 400 કાર સાથે 3500 થી વધુ કર્મીઓની રેલી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને આવેદન પત્ર અપાયું,18 થી 20 સંગઠનો જોડાયા હતા

જૂની પેન્શન યોજના પુનઃસ્થાપન કરવા રાજ્યભરમાં કર્મચારીઓ દ્વારા પ્રથમ તબક્કાના તાલુકા કક્ષાએથી લઈ ગાંધીનગર સુધીના આંદોલનો બાદ બીજા તબક્કાનો શંખનાદ કરાયો છે. પડોશી રાજ્ય રાજસ્થાન તથા ઝારખંડમાં જુની પેન્શન યોજનાની જાહેરાત હાલમાં જ થઈ છે ત્યારે ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ ઉગ્ર બની છે. ત્યારે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ટાવર ચોકેથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન થયું હતું.

જેમાં 900 જેટલી બાઈક તથા 400 જેટલી કાર મળી આશરે 3500 જેટલા કર્મચારીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે બેનરો તથા સૂત્રોચાર સાથે રેલી ને મહારેલીનું સ્વરૂપ આપ્યું હતું. ત્યારબાદ ઇણાજ સેવાસદન ખાતે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, સંયુક્ત કર્મચારી મોરચો, કર્મચારી મહામંડળ, ભારતીય મજદૂર સંઘ, આરોગ્ય કર્મચારી, તલાટી મંડળો, ગ્રામસેવક, જિલ્લા પંચાયતના કર્મચારીશ્રીઓ ઉપરાંત શિક્ષકોના વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ , ઉત્કર્ષમંડળ ,એચ ટાટ યુનિયન , સહિત 18 થી 20 સંગઠનો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લેવામાં આવ્યો હતો. અને નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની વિશાળ મહારેલીને સમર્થન આપ્યું હતું. સાથે સાથે સંગઠનો ના હોદ્દેદારોએ એક મંચ ઉપર આવી મહારેલીને સફળ બનાવી તે માટે કર્મચારી મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...