'સાત સપ્તાહ સત્યાગ્રહ':ઉના ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદશન, પ્રથમ સપ્તાહમાં 'શિક્ષણના સત્યાનાશ' નામે ઉપવાસ આંદોલન

ઉના17 દિવસ પહેલા

ઉના ગીરગઢડા કોંગ્રેસ પરીવાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ ટાવર ચોક ખાતે સાત સપ્તાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર સોમવારના દિવસે અલગ અલગ મુદ્દાઓને લઈ ઉના ટાવર ચોક ખાતે પ્રથમ સોમવારના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ઉપવાસ આદોલન પર બેસી ગયા હતા. આજે પ્રથમ સપ્તાહમાં ભાજપ સરકારનું શિક્ષણના સત્યાનાશ સામે સત્યાગ્રહ અંતર્ગત ધારાસભ્ય પુંજાભાઇ વંશ ઉપવાસ આંદોલન પર બેસી ગયા જેમા કોંગ્રેસ કાર્યકરો સહિત જોડાયાં હતાં.

'શિક્ષણના સત્યાનાશ સામે સત્યાગ્રહ'
છેલ્લા 27 વર્ષમાં ભાજપના શાસનમાં વહીવટી નિષ્ફળતાના કારણે શિક્ષણ, આરોગ્ય, રોડ, પાણી, કાયદો વ્યવસ્થા, યુવાધન, મંદી, બેરોજગારી, મોંઘવારી આ તમામ સમસ્યાઓને લઇ લોકોની પીડાને ઉજાગર કરનાર સાત સપ્તાહનો ઉના ગીરગઢડા કોગ્રેસ પરીવાર દ્વારા કાર્યક્રમ અંતર્ગત ઉના ટાવર ચોક ખાતે સાત સપ્તાહ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ સપ્તાહમાં ગુજરાત સરકારની ભાજપ સરકારનું શિક્ષણના સત્યાનાશ સામે સત્યાગ્રહ મહાત્મા ગાંધીજીના ઉપવાસના અનુસંધાને પારદર્શક રીતે પ્રેરણાના આપી છે. એ પ્રેરણાના ભાગરૂપે આજે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ તેવું ધારાસભ્યે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...