ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિસુલ દીક્ષાનો કાર્યક્રમ અને ભવ્ય ઉત્સવો ઉજવવા યોજના અંગેની વિશેષ ચર્ચાઓ અંગે પ્રખંડ સંમેલન યોજવામાં આવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રખંડ સંમેલનનું આયોજન કરવામાં આવેલા આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનમાં તા. 19 માર્ચ 2023ના રોજ વીએચપી અને બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષાનો કાર્યક્રમ અને ભવ્ય ઉત્સવો ઉજવવા યોજના અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કાર્યકારી અધ્યક્ષ રામજીભાઈ પરમાર, જિલ્લા સહ મંત્રી નિપુલભાઈ શાહ, જિલ્લા સંયોજક પાર્થ રૂપારેલ, પ્રખંડ પ્રમુખ યશવંતભાઈ બાંભણીયા, પ્રખંડ સંયોજક ભાવેશ સાંખટ, નગર પ્રમુખ જયેશ આહીર, નગર સંયોજક રવી બાંભણીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકનું સંચાલન નિપુલભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.