વીજ કનેકશન કપાયા:દરિયાકાંઠા નજીકનાં સાયક્લોન સેન્ટરનાં વીજ કનેકશન કપાયા

ઊના3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીમર, સૈયદ રાજપરા સહિતનાં ગામોમાં નિર્માણ થયું છે
  • કબજો સોંપવામાં આવ્યો ન હોય પંચાયતે હાથ ઉંચા કરી દીધા

ઊના પંથકમાં દરિયાય સીમા નજીક વાવાઝોડુ ફૂંકાય તો લોકોને સલામત સ્થળે ખસેડવામાં માટે સાયક્લોન સેન્ટર સીમર, સૈયદ રાજપરા, દુધાળા, સેંજલીયા, ખડા, નાલીયા માંડવી, દેલવાડા, કોબ, પાલડી, ખજુદા, તડ, ઓલવાણ સહિતના ગામોમાં કરોડોના ખર્ચે બનાવાયું હતું.

પરંતુ જાળવણી અને સુરક્ષા સબંધીત ગાઈડ લાઈનને લઈ વહિવટી તંત્રએ ગ્રાહકોને કબ્જો ન સોપ્યો હોય સંચાલન મામલતદાર કચેરીમાંથી થતુ હતું. અને પીજીવીસીએલના બીલના નાણાં 2,11,500 ન ભરાતા કનેકશન કટ કરાયા હતા. જો કે, વીજબીલ ગ્રા.પં.એ ભરવાની જવાબદારી નંખાતા સત્તાધીશો, તલાટીએ હાથઉંચા કરી દીધા હતા. અને આ બીલની રકમ ક્યા હેડમાં ઉઘરાવવી એ સ્પષ્ટતા કરવા માંગણી કરી છે. આ ઉપરાંત વીજબીલ અને મેન્ટેનશ ખર્ચ માટે સમિતી રચનાઓ ગ્રા.પં. દ્વારા કરી અલગ એકાઉન્ટ ખોલવાની કાર્યવાહીના ઠરાવો પણ મોકલાયા છે.

શું કહે છે મામલતદાર ખાંભરા ?
આ અંગે મામલતદાર આર.આર.ખાંભરાએ કહ્યું હતુ કે, સાયક્લોન માટે મામલતદાર નથી કે, ગ્રા.પં. નથી અલગ જ ખાતુ બનાવેલુ છે. આ વ્યક્તિગત જવાબદારી નથી. પરંતુ સાયક્લોન સેન્ટરની આવકના આધારે ચૂંકવણુ કરવાનું છે. કોઈ પ્રસંગ કે ચૂંટણી દરમિયાન કે પોલીસ સ્ટાફ માટે ફાળવેલ હોય તેનું ભાડુ આપતા હોય છે. તેમાંથી ચૂંકવણી કરવાની હોય છે.

વીજદરોડા પાડી દંડ ફટકારાયો હતો
ઊના- ગીરગઢડા પંથકમાં પીજીવીસીએલે બાકી નિકળતા નાણાંની વસુલાત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત 571 વીજ કનેકશનો તપાસ્યા હતા. જેમાં 101માં ગેરરિતી જોવા મળતા 17.68 લાખનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...