ઉનાના ખાપટ ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ થોભણ બારડ એ 4 માસ પહેલાં ખાપટ પોસ્ટ ઓફીસમાં આવતા સરકારી નાણાં તેમજ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતાં જુદા જુદા ખાતેદારની બચતના પૈસા ઉધરાવી રૂ.12 લાખ 49 હજાર 818ની રકમની ઉચાપત કરી ખાતેદારના ખાતાઓ ફોર્મમાં ખોટા સહી સીક્કા ઓળખ આપીને ફુલેકું ફેરવ્યું હતું. આ રકમ લઈને નાશી છુટતા સમગ્ર ગામ લોકો અને ખાતેદારોમાં દેકારો મચી ગયો હતો.
આ બાબતે મુખ્ય પોસ્ટ અધિકારીઓને રજુઆત કરવામાં આવતા એ વખતે ભારે રોષ ફેલાયો હતો. આખરે આ બાબતે ખાપટ ગામના પોસ્ટ માસ્ટર સામે ઉના પોલીસ અધિકારીએ ગુન્હો દાખલ કરવામાં આવ્યા હતો. 4 માસથી નાસી ગયેલ પોસ્ટ માસ્ટરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉના પોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી બી જાડેજાની તપાસ દરમ્યાન દિપક કિષન યાદવ સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર ઉના પોસ્ટ ઓફિસરએ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ.
વિગત અનુસાર ઉનાના ખાપટ ગામે પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ થોભણ બારડ રે.ડોળાસા તા. કોડીનાર વાળાએ પોતાની ફરજ દરમિયાન તા.20/8/2022ના પોસ્ટ ઓફીસ સીલીક બચતનાં પૈસા રૂ. 59,0018 તેમજ ખાતેદાર સુરેશભાઈ વિરાભાઈ વાઢેરના એસ બી આઈ ખાતા માથી રૂ. 43,800 કડવીબેન સામતભાઈ સાંખટ, ભુપતભાઇ ગોવિંદભાઈ સાખટના સંયુક્ત એસ બી આઈ ખાતા માંથી રૂ. 3,95,000 તેમજ અન્ય અલગ અલગ 4 ખાતા માંથી રૂપિયા 22,1000 મળી કુલ રકમ રૂ. 12,49,818ની રકમ બનાવટી સહી સીક્કા કરીને ઓળખ સાક્ષી ખોટા ઉભા કરી સત્તાનો દુરઉપયોગ પોતાના અંગત ફાયદા માટે ખોટા દસ્તાવેજ ઊભા લોકો સાથે વિશ્વાસઘાત કરી નાણાકીય ઉચાપત કરેલ અને નાસી ગયેલ હતો.
આ બાબતે ઉના પોલીસ ચાર માસની શોધખોળ બાદ આ ફરજ મોકુફ કરાયેલા ખાપટ ગામના ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર દિવ્યેશ થોભણ બારડની પોલીસે આઈપીસી કલમ 406,409,420,467,468,471 હેઠળ અટક કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તપાસમાં સહકાર નહી આપીને નાણાં વાપરી ગયો હોવાનું કોઈ પણ આધાર પુરાવા વગર જમા કરાવ્યા અંગે તેમજ બનાવટી ડોક્યુમેન્ટ સહિતના સાહીત્ય બાબતે જવાબ નહિં આપતાં ઉના પોલીસે આ પોસ્ટ માસ્ટર પાસે નાણાંકીય વસુલાત બનાવટી ઉભા કરેલાં સાહિત્ય અને પોસ્ટ ઓફિસમાં અન્ય ખાતેદાર ખેડુત શ્રમીક પરીવારના ખાતાંમાંથી વધુ રકમની ઉચાપત થઈ છે કે, કેમ તે અંગે તપાસ કરવા ઉના એ ડી ચિફ જ્યુડી મેજીસ્ટ્રેટ કોર્ટમાં દશ દિવસની રીમાન્ડની માંગણી સાથે રજુ કરેલ છે.
તપાસ અર્થે ખાપટ પોસ્ટ ઓફિસમાં પણ લઈ જવામાં આવશે. તેવું તપાસનીશ અધિકારી જાડેજા એ જણાવેલ હતું. ચાર માસથી ફરાર આ પોસ્ટ માસ્ટર ક્યાં અને કોણે સાચવેલ ઉચચાપતના આ ગુન્હામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ દરમ્યાન ખુલ્લું પાડવા પોલીસ આગળ વધી રહી છે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.