સરકારે રાસ ગરબા પર 18 ટકા જી.એસ.ટી લગાવવામાં આવી છે. તે બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હોડીંગ સાથે સુત્રોચાર કરી ઉના ટાવર ચોક ખાતે સરકાર વિરૂધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
ગીરસોમનાથ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઇ બલદાણીયા સહીતના કાર્યકરોએ રાસ ગરબામાં 18 ટકા જીએસટીના વિરોધમાં ઉના ટાવર ચોક ખાતે હાથમાં હોડીગ સાથે સરકાર વિરૂધ સુત્રોચાર કર્યા હતા. જેમાં હરેશભાઇ બલદાણીયાએ જણાવેલ કે, ગુજરાત સરકારે ગુજરાતની ઓળખ એવા રાસ ગરબામાં 18 ટકા જી.એસ.ટી લગાવવામાં આવી છે તે ખરેખર હિન્દુ સંસ્કૃતિનું અપમાન છે. આજે આઇ પી એલ ઉપર ટેક્ષ ફ્રિ કરી દેવામાં આવ્યો છે. અને રાસ ગરબા ઉપર 18 ટકા ટેક્ષ લગાડ્યો છે. આ બાબતે સરકારે પુનઃ વિચારણા કરવી જોઇએ. આ ટેક્ષ પાછો ખેંચવો જોઇએ. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરૂધ સુ્ત્રોચાર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.