કાર્યવાહી:ઊના - દિવ રોડ પર કારમાંથી પોલીસે 143 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ અને અખોદળના 2 શખ્સની અટક, 85 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

ઊના દિવ રોડ પરથી આવતી કારને પોલીસે રોકાવી તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી અને 2 શખ્સની અટક કરી હતી. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અનિલ ગેલા કાથડ રહે. અખોદડ-કેશોદ તેમજ પ્રકાશ વજુ વાળા રહે. કેશોદ કાર નં.જી.જે.05 સી એફ 6048 માં દિવથી દારૂ લઇ આવતા હોવાની બાતમી મળતા જ પોલીસે નગીનાના ઢોળા પાસે વોચ ગોઠવી હતી કારને રોકાવી તલાસી લેતાં કારની અંદરથી જુદી જુદી બ્રાન્ડની બોટલ નં 143 બોટલો, મોબાઇલ તેમજ કાર સહીત કુલ કિં.રૂ. 85 હજારથી વધુનો મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...