કાર્યવાહી:પોલીસે 7 દિ' રોકાઈ આંગડીયા પેઢીની લૂંટના આરોપીને મહેસાણા પંથકમાંથી ઝડપી લીધો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરાયો, પાંચ દિવસના રીમાન્ડ મંજૂર થયા

ઊના બસસ્ટેશનમાં આંગણીયા પેઢીની લૂંટના બનાવમાં પોલીસે પહેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હોય વધુ એકને મહેસાણા પંથકમાંથી પકડી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરી હતી. ઊના બસસ્ટેશનમાં ગત 19 ઓક્ટોબરના રોજ આંગણીયા પેઢીના રૂ.60 લાખથી વધુની રોકડ રકમની લૂંટ કરી શખ્સો નાશી છુટ્યા હતા. જેમાં આ લૂંટમાં પાંચ આરોપીઓને અગાઉ પકડી પાડી તેની પાસેથી રૂ.20 લાખના મુદામાલ રીકવર કરી કબ્જે કરવામાં આવેલ છે.

અને આ ગુન્હામાં અન્ય બે આરોપી મૈલીકસિંહ તેમજ ભરતસિંહ નાસતા ફરતા હોય જે આરોપીઓ વિરૂધ્ધ સીઆપી સી કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને ત્યાર બાદ સીઆરપીસી કલમ 81 મુજબ ફરારી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ અને તેમ છતાં આરોપીઓ હાજર થયેલ નહીં. જે બન્ને આરોપીઓને પકડી પાડવા ઊના પોલીસ પીઆઇ એમ.યુ.મસીની સુચના મુજબ નાસતા ફરતા આરોપીને પકડવા ટીમ બનાવી હતી.

અને ઉત્તર ગુજરાત ખાતે સાત દિવસ રોકાણ કરી તપાસ હાથ ધરેલ. અને ટીમે ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્મુમન ઇન્ટેલીજન્ટની મદદથી આરોપી આશ્રય સ્થાન સુધી પહોચી ગયેલ અને આરોપી મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના પળી ગામે પોતાના રહેણાંક મકાને હોવાની બાતમી આધારે વોચ ગોઠવી ભરતજી શિવુજી રાજપુતને પકડી પાડી ઊના પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી. આરોપી ભરતજી શિવુજી રાજપુતના રીમાન્ડ મેળવવામાં આવતા પાંચ દિવસ રિમાન્ડ મળતા આગળની વધુ પુછપરછ હાથ ધરેલ છે. જ્યારે મૈલીકસિંહની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...