ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી:ઉનામાં પશુની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો; કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઉના16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાના દેલવાડાગામ નજીક ગેરકાયદેસર.વાહનમાં પશુ ભરીને હેરાફેરી કરતા અને લમ્પી વાયરસના જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક સામે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરના ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉનાના દેલવાડા ગામે આવેલા સાઈબાબાના મંદિર નજીક શ્યામનગર તરફથી આવતો કેસુ જોધુભાઈ પરમાર રહે. દુધાળા, પોતે બોલેરો વાહનમાં ગેરકાયદેસર ભેંસ (પશુ) ભરીને હેરફેર કરતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આ વાહન રોકવી પૂછપરછ કરતા વાહનચાલકે કોઈપણ જાતનો સંતોષકારક જવાબ આપતા ન હોવાથી તેમજ આધાર પુરાવા માંગતા કોઈ કાગળ ન હતા. અને આ વાહનમાં પશુને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું જણાય આવ્યું હતું. અને જિલ્લા મેજી.ગીર સોમનાથ દ્વારા લમ્પી વાયરસ અંગેનું જાહેરનામું બહાર પાડેલ હોવા છતાં આ જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર હેરાફેરી કરનાર અને પશુને હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો વાહન પોલીસે કબ્જે કરી. અને કિરણ નાનુભાઇ મકવાણા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...