ઉના વિધવા સહાય કૌભાંડ:લાખોનું કૌભાંડ આચરનાર 2 ઓપરેટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, એક ઓપરેટરની અટકાયત કરાઈ

ઉના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી

ઉના મામલતદાર કચેરીમાં ગંગાસ્વરૂપ સહાય યોજના વિધવા બહેનો માટે આવતી હોય 7 હજાર જેટલા લાભાર્થી આ તાલુકામાં આવેલ હોય તેને દર મહીને મામલતદાર કચેરીમાંથી સહાય બેંક એકાઉન્ટ દ્રારા ડાઇરેક્ટ ખાતામાં ટ્રાન્સફર કરી લાભાર્થીને ચુકવવામાં આવતી હોય છે. આ બાબતે મોટુ કૌભાંડ વિધવા બહેનોના ખાતાઓ ચેન્જ કરી રકમ બારોબારો ઉપાડી વિધવા બહેનોને સહાય ઉપરથીજ આવતી ન હોય તેવા બહાના બતાવી ધક્કા કચેરીમાં ખવડાવતા હતા.

કૌભાંડની ગંધ આવતાની સાથેજ ખાનગી રાહે તપાસ
આ અંગે ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશે કૌભાંડની ગંધ આવતાની સાથેજ ખાનગી રાહે તપાસ કરતા ગંગાસ્વરૂપ સહાય યોજનાની રકમના ખાતાઓ બદલી બરોબાર ઉપડી લેવાયેલ હોવાની આધાર પુરાવા સાથે વિગતો મળતા ગત તા.1 સપ્ટે. ના રોજ ધારાસભ્ય મામલતદાર ઓફીસે દોડી ગયા હતા. આ કૌભાંડ થયા અંગેની રજૂઆત કરતા પ્રથમ તો મામલતદાર દ્રારા રેકોર્ડમાં ચેડચાર થયાનું સ્વીકારી લીધેલ પરંતુ ધારાસભ્યએ આ સરકારી રકમની ઉચ્ચાપત થયાનું રેકર્ડ પર સાબિત થતુ હોય તેવી દલીલો કરી 7 હજાર વિધવા બહેનોની સહાય અંગેની વિગતો માંગતાની સાથે મામલતદાર તેમજ સ્ટાફ દોડતો થયો હતો.

મોટું કૌભાંડ બહાર આવે તેવી આશંકા
ઉના મામલતદાર ઓફીસમાં સરકાર દ્રારા ચાલતી ગંગાસ્વરૂપ સહાય યોજનામાં વિધવા બહેનોને ચુકવવાના થતાં નાણા સહાય શાખાના ઓપરેટર તરીકે આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર વિનોદ રમેશભાઇ સોલંકી રહે. ચાંચકવડ વાળો તેમજ ગીરસોમનાથ જીલ્લા કક્ષાએ કામ કરતા તેષાર નામના શખ્સે કોઇને જાણ કર્યા વગર પોતાના તેમજ અન્ય ખાતામાં વિધવા સહાયની નાણાકિય રકમ જમા કરાવી ઉચ્ચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. ઓનલાઇન પોર્ટલ મુજબ લાભાર્થીઓની વિગત ચેક કરાવતા 9 લાભાર્થીઓની સહાયની રકમ રૂ.2 લાખ 23હજાર 750 અન્યના ખાતામાં નાખી ખિસ્સામાં સેરવી લીધેલ હોય અને સરકારી રકમની ઉચ્ચાપત કરી વોટ્સએપ મારફત જીલ્લા કક્ષાએ કામ કરતા ઓપરેટર તુષારને પાસબુકોના ફોટા મોકલી ખાતા ચેંન્જ કરવાની પ્રક્રિયા કરી હતી અને ખરા લાભાર્થીઓના ઓનલાઇન અરજીના ખાતા નંબર લીંક કરી નાણાકીય ગેરરીતી કરેલ હોવાનો રેકર્ડ પર ખુલતા મામલતદાર રાહુલકુમાર રાણાભાઇ ખાંભરાએ ઉના પોલીસમાં આઉટસોર્સ ઓપરેટર વિનોદ રમેશ તેમજ તુષાર સામે પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે. પોલીસે તાત્કાલીક વિનોદ અને તુષારને ઉઠાવી લઇ આ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે, તે અંગે પુછપરછ હાથ ધરી છે. જાણકારોના જણાવ્યા મુજબ આ ફરીયાદ બાદ મામલતદાર કચેરીમાં આવતી સરકારી યોજનાકીય સહાયનુ મોટું કૌભાંડ બહાર આવે તેવી આશંકા સેવાય રહી છે.

ક્યાં ક્યાં વિધવા બહેનોના ખાતા બદલી નખાયા

  1. વિધવા સહાય યોજનાના લાભાર્થી શાંતુબેન બાલુભાઇ બાંભણીયાનું પોસ્ટ ખાતુ બદલી વિનોદ સોલંકી નામે ખાતામાં નાખી રૂ. 37 હજાર 500 ઉઠાવી લીધા
  2. ​​​​​​​રાજુબેન ખાટુભાઇ ગોહીલનું ખાતુ એસબીઆઇ બેંકનું બદલી રૂ.25 હજાર રાહુલ રમેશ સોલંકીના ખાતામાં નાખ્યા
  3. ​​​​​​​કાજલબેન અશોકભાઇ બાંભણીયાનું ખાતુ બીઓબી બેંક ખાતા બદલી ભીમાભાઇ લક્ષ્મણભાઇ મકવાણા મામલતદાર કચેરીના આઉટસોર્સ ડ્રાઇવરના ખાતામાં રૂ.28 હજાર 750 નાખી ઉઠાવી લીધા.
  4. સમજુભાઇ બાબુભાઇ સોલંકીના એસબીઆઇ ખાતા બદલી આઉટસોર્સ ઓપરેટર જ્યોતિબેન કોસિકના ખાતામાં રૂ. 30 હજાર નાખી ઉઠાવી લેવાયા,
  5. લીલીબેન પાંચાબેન ચાવડાની રકમ રૂ.33 હજાર 750 તેના બેંક એકાઉન્ટ એસબીઆઇના બદલી અન્ય ખાતા ધારકના ખાતામાં નાખી ઉઠાવી લેવાયેલ છે.
  6. માધુબેન કરશનભાઇ ચંડેરાની ત્રણ હપ્તાની સહાય રકમ રૂ.3750 તેના ખાતા નંબર બદલી અન્ય ખાતામાં નાખી ઉઠાવી લેવાયેલ
  7. રાજીબેન રમેશભાઇ ડાભીની રકમ રૂ.28 હજાર 750 તેના એસબીઆઇ ખાતા નંબર બદલી અન્ય પાર્ટીના ખાતામાં જમા કરી દેવાયેલ જે ખાતુ આઉટસોર્સ ઓપરેટર વિનોદ સોલંકી કુંટુંબીક ભાભીનું હોવાનું બહાર આવેલ છે.
  8. કુવરબેન લાખાભાઇ ભેડાની સહાય રકમ રૂ.30 હજાર તેના એસબીઆઇ બેંક એકાઉન્ટ બદલી અન્ય બેંક ખાતામાં જમા કરાવેલ
  9. ​​​​​​​આલમબેન દોશમમદ મુનશીની સહાય રકમની રૂ.6 હજાર 250 તેના પોસ્ટ ખાતા નંબર બદલી અન્ય પાર્ટીના ખાતામાં નાખી ઉઠાવી લેવાયા આમ પ્રાથમિક તપાસ દરમ્યાન 9લાભાર્થીઓના ખાતામાંથી રકમ ઉઠાવી ઉચ્ચાપત કરાયેલ છે. આ ઉપરાંત અન્ય લાભાર્થીની સહાયની રકમ રૂ.73 હજાર 750 કોઇના એકાઉન્ટમાં કઇ રીતે ચેન્જ થઇ છે તેની પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓ ઓનલાઇન અરજીમાં અન્ય ખાતા લીંક કરાવી આ ગેરરીતી આચરી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવેલ છે.
અન્ય સમાચારો પણ છે...