ઉનાનું નફ્ફ્ટ તંત્ર:લોકો કમરડૂબ પાણીમાંથી નદી પાર કરે છે તો 13 ગામના લોકોને ભોગવવી પડે છે મુશ્કેલી

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પુલનું કામ શરૂ કર્યું, વિકાસની વાતો પોકળ સાબીત થઈ રહી

ઊના તાલુકાનું દેલવાડા ગામ મુખ્ય મથક તરીકે ગણવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય પંથકમાં વિકાસની મસમોટી વાતો થાય છે. તેની સામે વિકાસના નામે વરવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ ગામમાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદી પર પુલ ન હોવાના વાંકે લોકો જીવના જોખમે કમ્મર ડુબ પાણીમાંથી પસાર થઇ રહ્યાં છે. અને તંત્ર તમાશો નિહાળી રહ્યું છે.

પુલના વાંકે 13 જેટલા ગામોને મુશ્કેલી
દેલવાડા ગામની મચ્છુન્દ્રી પરનો બેઠો પુલ છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસામાં નદીમાં પુર આવે છે. ત્યારે નદીમાંથી પસાર થવું ભારે મુશ્કેલી પડતી હતી. જેથી નદી પર બેઠા પુલ બનાવવા મંજુર થયેલ અને ચોમાસા પહેલા કામગીરી કરવાના બદલે પુલનું કામ ચોમાસા દરમ્યાન શરૂ કરાતા આ પુલનું કામ હાલ પૂર્ણ થયેલ ન હોવાના કારણે પુલના વાંકે 13 જેટલા ગામોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે
આ ગામોનાં લોકોએ દૂર સુધી અંજાર કોઠારી થઇને જવું પડે છે. અને હાલ આ વિસ્તારના ગ્રામજનો તેમજ સામે કાંઠેના ખેડૂતો પોતાના જીવ જોખમમાં મુકી કમ્મર ડુબ ઉંડા વહેતા પાણીના પ્રવાહમાંથી પસાર થઇ રહ્યાં છે. માર્ચ 2022માં પુલને તોડી કાટમાળ કાઢવામાં આવ્યો ત્યાર બાદ નવો પુલ બનાવવા માટે એપ્રિલમાં ખાત મુહૂર્ત કરાયું હતું. અને જુન 2022 એટલે કે ચોમાસામાં પુલનું કામ શરૂ કરાયું હતું. અને આ કામગીરી પૂર્ણ ન થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એની એજ પરિસ્થિતીનું નિર્માણ થતાં હાલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...