કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. તેમાં પણ નાગવા બીચએ દરેક પર્યટકોનું પસંદગીનું સ્થળ છે. આ સ્થળને વધુ વિકસાવવા તથા પર્યટકોને આકર્ષવા તથા પર્યટકોને ફરવાની સાથે દરિયા કિનારે ફાસ્ટ ફુડની મજા પણ માણી શકે તેથી નાગવા બીચ પર બનાવેલા ફુડ સ્ટોલની હરાજી કલે
ક્ટર કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી હતી.
જેમાં 26 નાગવા ગામના સ્થાનિક લોકોને લોટરી સિસ્ટમથી નામ કાઢીને ફૂડ સ્ટોલ એલોર્ટ કરવામાં આવ્યા. જ્યારે 9 ફુડ સ્ટોલ જનરલ પબ્લિક માટે હરાજી અને ઓછામાં ઓછી ચાર લાખની કિંમત અને વધુમાં વધુ પાંચ લાખથી વધુ કિંમતથી હરાજી થઈ હતી. આ ફુડ સ્ટોલ એક વર્ષ માટે આપવામાં આવ્યા છે. હરાજી પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર, તથા હરાજીમાં ભાગલેનાર લોકો તથા સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.