જૂનો પુલ તોડી પડાયો, નવો હજુ બન્યો નથી:મચ્છુન્દ્રી નદી પરથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર; નારીયેળીના ઝાડ-પથ્થર-વીજપોલ મૂકીને નદી પાર કરવાનો વારો

ઉના24 દિવસ પહેલા

ઊનાના દેલવાડા પાસેથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં પુલના અભાવે અહીંથી પસાર થતા 13 ગામના લોકોની વરવી વાસ્તવિકતા સામે આવી છે. નદીના સામા કાંઠે જવા માટે લોકો નદીના વહેતા પાણીમાં વચોવચ નારીયેળીનું ઝાડ તેમજ વીજપોલને ગોઠવી તેના ઉપરથી મહામુસીબતે પસાર થવા મજબુર બન્યા છે.

વીજપોલ-પથ્થરો-ઝાડ ગોઠવી નદીની સામે પાર જવા મજબૂર
​​​​​​​દેલવાડા ગામની મચ્છુન્દ્રી નદીમાં ઘણા વર્ષોથી દર ચોમાસાની ઋતુમાં પુર આવે છે. ત્યારે નદીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આથી તંત્ર દ્વારા નવો પુલ બનાવવાની મંજુરી મળી હતી. ત્યારે ચોમાસાની સીઝન નજીક હોય એ દરમિયાન નવો પુલ બનાવવાની શરૂઆત થઇ હતી. જેમાં ચોમાસું આવતાં જ નદીમાં પુરનું પાણી આવતા 13 ગામોના લોકો કમરડુબ પાણીમાંથી જીવના જોખમે પસાર થઇ રહ્યાં હતા. જો કે 13 ગામના લોકોને 10 કિ.મી. દૂર સુધી અંજાર-કોઠારી ગામ થઇને અવર જવર કરવી પડે છે. ત્યારે હાલ આ વિસ્તારના ગ્રામજનો તેમજ સામે કાંઠેના ખેડૂતો દેલવાડાની મચ્છુન્દ્રી નદીમાં વચોવચ નારીયેળના ઝાડ અને વીજપોલના પથ્થરના સહારે તેને આડા ગોઠવી તેના પરથી પગપાળા નદી પાર કરીને સામા કાંઠે મહામુસીબતે પસાર થઇ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...