ગ્રાઉન્ડ રિપોર્ટ:નવીવાજડીમાં દૂષિત પાણીથી લોકો બિમાર પડ્યાં

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 20 દિવસથી નર્મદાનું પાણી બંધ, પેટનો દુ:ખાવો, ખંજવાળ, વાળ ખરવાની સમસ્યા વધી : લોકો હોસ્પિટલનાં બિછાને પહોંચવા લાગ્યા છે
  • ગ્રામજનોએ કહ્યું, આ પાણીનો ઉપયોગ અમારે હવે નથી કરવો પણ શું કરીએ શુદ્ધ પાણી મળતું જ નથી

ઊનાનાં નવીવાજડી ગામની વસ્તી 1200ની આસપાસ છે. અને 20 દિવસથી એક વર્ષ પહેલા બનાવેલ બોર મારફત ગ્રા.પં. પીવાના પાણીનું વિતરણ કરતી હોય લોકો બિમાર પડી રહ્યાં છે અને પેટનો દુ:ખાવો, વાળ ખરવા, ખંજવાળ આવવી સહિતની બિમારી વકરી છે. લોકોએ કહ્યું કે, ઘણા વર્ષોથી નર્મદાનું પાણી મળતુ તું પરંતુ 20 દિવસથી લાઈનમાં ભંગાણ થયું હોય પાણી મળતુ નથી. નાછૂટકે એક વર્ષ પહેલા કરાવાયેલા 300 ફૂટ ઉંડા બોરમાંથી ગ્રામ પંચાયત દ્વારા પાણી વિતરણ કરાય છે. આ પાણી વિતરણ બંધ કરી શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે એવી માંગ કરી છે.

સરપંચ અજીતભાઈએ કહ્યું કે, નર્મદાની લાઈનમાં ક્ષતિ હોય જેથી નર્મદાનું પાણી વિતરણ થતું નથી. બે-ત્રણ દિવસમાં વ્યવસ્થા થઈ જાશે. હાલ જે પાણી વિતરણ થાય છે તેનું સેમ્પલીંગ કરાવીશું. જૂની વાજડીથી નવી વાજડી સુધીની પાઈપ લાઈનમાં જે ક્ષતિ છે તેને રીપેર કરાવીશું. જેથી લોકોને પાણી મળી રહેશે.

પેટનો દુ:ખાવો થાય છે
વશરામભાઈએ કહ્યું હતું કે, બોરના પાણીથી શરીરમાં ખંજવાળ આવે છે. તબીબને બતાવ્યું અને દવાનો ખર્ચ પણ કરવો પડ્યો.

બિમારી ઘર કરી ગઈ
આ અંગે ગામના અગ્રણી રણછોડભાઈ હડીયાએ કહ્યું હતું કે, આ પાણીના ઉપયોગથી બિમારી ઘર કરી ગઈ છે અને હોસ્પિટલે જવુ પડે છે. અને પેટનો દુખાવો તેમજ ઝાડા-ઉલ્ટી થાય છે.

શું કહે છે કર્મચારી ?
આ અંગે પંચાયત પાણી પૂરવઠા વિભાગમાં કામ કરતા ભુપતભાઈએ જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી બંધ હોવાથી બોરમાંથી વિતરણ કરુ છું. આ પાણીથી ખંજવાળ વધુ આવી રહી છે. પરંતુ આ પાણી હુ પીતો નથી એટલે બહુ ખ્યાલ ન આવી શકે.

હું પાંચ દિવસથી બિમાર છું
આ અંગે માધુભાઈ જે હોસ્પિટલમાં દાખલ છે તેમણે કહ્યું હતું કે, પાણી કડવુ અને દુર્ષીત હોય હું બિમાર પડ્યો છું. પાંચ દિવસથી ઝાડા-ઉલ્ટી થયા છે. સરપંચને વારંવાર રજૂઆત કરી પણ ધ્યાન આપ્યંુ નહીં.

પાણી પીવા લાયક નથી
દિપાલીબેને જણાવ્યું કે, પાણી જરા પણ પીવા લાયક નથી.ઘણી સમસ્યાઉદભવે છે. પેટના દુ:ખાવા ઉપરાંત વાળ ખરવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...