ઉના શહેરમાં આખલા યુદ્ધ:રસ્તા પર રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થયા, કડક કાર્યવાહી કરવા માંંગ

ઉના13 દિવસ પહેલા

ઉના શહેરમાં રોજિંદુ ખુટિયા યુદ્ધ જોવા મળે છે. અને અનેક વાહનો ચાલકોને નુક્સાન પોહચાડી રહ્યા છે. જાહેર રસ્તા પર તો કયાંક ભર બજારમાં આખલા યુધ્ધ છેડતા રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને ઈજા ગ્રસ્ત થયાના બનાવ બની રહ્યા છે. તેમજ ખુટિયાના યુદ્ધથી ટ્રાફિક થતાં રોડ પર લોકો પણ પરેશાની વેઠી રહ્યા છે. ખાસ કરીને શહેરની શાકમાર્કેટ, ટાવર ચોક, બસ સ્ટેન્ડ, સહિતના લોકોથી ધમધમતા વિસ્તારમાં ખુટીયાના ત્રાસથી લોકો વાહન ચાલકો, રાહદારીઓ, દુકાનદારો, પરેસાન થઈ રહ્યા છે. આવી ધટના એકવાર નહિ પરંતુ અવાર નવાર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યાં નથી. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાયૅવાહી કરે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે..

અન્ય સમાચારો પણ છે...