બે આરોપીની ધરપકડ:ઊનાનાં ચાંચકવડમાં ફાકી ખાવા મુદ્દે માથાકૂટ થતાં પાટુ મારી યુવાનની હત્યા

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનાના ચાંચકવડ ગામમાં પરિવારજનોની હાજરીમાં જ હત્યાનો બનાવ, પોલીસે બે આરોપીને ઝડપી લીધા

ઊનાનાં ચાંચકવડ ગામમાં ફાકી ખાવા મુદ્દે બે શખ્સ વચ્ચે બોલાચાલી થયા બાદ એક યુવાનની પાટુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જે યુવાનની હત્યા કરી નખાઇ હતી તેના પરિવારજનો પણ ત્યાં હાજર હતા. પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધારવાડી વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો ભરત જીકાભાઇ સોલંકી નામનો યુવાન પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો.

સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસે ખૂનનો ગુનો નોંધ્યો
આ સમયે ત્યાં હાજર મહેશ મનુભાઇ ડાભી સાથે માવો ખવડાવવા બાબતે માથાકૂટ થતાં ગાળાગાળી થઇ હતી. આ અંગેની જાણ ભરતના ભાઇ પ્રવિણને થતાં તે તેના પિતરાઇ સાથે ત્યાં ગયો હતો અને મહેશને ઠપકો આપતા ફરી બોલાચાલી થતાં મહેશ ડાભી અને અરજણ સોલંકીએ ભરત પર હુમલો કરી ગુપ્ત ભાગે પાટુ મારી દેતાં તે બેભાન થઇ ગયો હતો અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસે ખૂનનો ગુનો નોંધ્યો હતો.

મોટાભાઈની નજર સામે જ બનાવ
રાત્રીના સમયે સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા મૃતક ભરતને મોટાભાઈ પ્રવિણભાઈ અને પરિવારજનોની હાજરીમાં જ આરોપીઓએ ઢોર માર માર્યો હતો. અને તેમનું મોત થયું હતું તેમ પ્રવિણભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...