સ્થાનિક લોકોમાં ભયનો માહોલ:ખડા ગામે દીપડો પાંજરે : જરગલી, ઉમેજમાં સાવજે પશુનાં મારણ કર્યા

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરગલી ગામમાં 8 દિવસમાં 5 બનાવ

ગીર જંગલના વન્યપ્રાણી રેવન્યુ વિસ્તારમાં અવાર નવાર આવી ચડતા હોય છે. અને ગ્રામ્ય વિસ્તારમાં સહેલાયથી શિકાર મળી રહેતો હોય જેથી અવાર નવાર ગામમાં ઘુસી જઇ મુંગા પશુંઓના મારણ કરી મિજબાની માણતા હોય છે. ત્યારે ઊનાના ખડા ગામે રહેતા મોહનભાઇ અરજણભાઇ બાંભણીયાના રહેણાંક મકાન પાસે છેલ્લા થોડા દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ હતો.

તેથી આ બાબતની જાણ સરપંચ જીવાભાઇ બાંભણીયાએ વનવિભાગને કરી હતી. આથી વનવિભાગ દ્રારા રહેણાંક વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દીધેલ હતું. અને વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દીપડો પાંજરામાં કેદ થઇ જતાં આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ ઉમેજમાં વિર શહીદ અલ્લારખા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હોય આ ઉપરાંત ગીરગઢડાના જરગલી ગામ ફરી આજે પણ સિંહે વાછરડાનું મારણ કર્યુ હતું.

જોકે જરગલી ગામમાં છેલ્લા આઠેક દિવસથી ગામમાં સિંહે આવી જઇ પાંચ જેટલા પશુઓના મારણ કર્યા હોય આમ સિંહ વારંવાર ગામમાં ઘુસી પશુંના મારણથી કરી ચાલ્યા જતાં હોવાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. } તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...