• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • Panic Spread Among People As Leopards Entered Residential Areas In Una Town; The Forest Department Conducted An Experiment To Set Up Cages To Catch Leopards

રહેણાંક વિસ્તારમાં દીપડાનો ખોફ!:ઉના શહેરમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો; વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવા તજવિજ હાથ ધરી

ઉના8 દિવસ પહેલા

ઉના શહેરમાં રહેણાંક વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાએ જાણે રહેણાંક બનાવી લીધુ હોય તેમ આજે શહેરમાં ઉન્નતનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં બપોરના સમયે એક દીપડો આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ વિસ્તારમાં રહીશોના મકાન આવેલા છે, ત્યાં દીપડો રસ્તો ક્રોસ કરતો હતો. ત્યારે અચાનક રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકને નજરે પડતા વાહનચાલક ગભરાઇ ગયો હતો અને યુવકે બાઇક તુરંત રોકી દીધી હતી. ત્યારે દીપડો ત્યાંજ વળીને નજીકના રહેણાંક મકાન પાસે અઘોચર બાવળના ઝાડીમાં નાશી છુટ્યો હતો.

આ બાબતે બાઇકચાલક યુવાને તાત્કાલીક આજુબાજુમાં રહેતા લોકોને વાત કરી હતી અને બાદમાં આ વિસ્તારના રહીશોએ વન વિભાગને જાણ કરતાં વનવિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. દીપડાની એક કલાકથી વધુ સમય સુધી શોધખોળ કરવા છતાં દીપડો જોવા મળ્યો ન હતો. બાદમાં આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવા તજવિજ હાથ ધરવામાં આવી હતી. જોકે અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. જેથી લોકોમાં દીપડાના ભયનું વાતાવરણ ફેલાયું છે.

અન્ય સમાચારો પણ છે...