અગલે બરસ તું જલ્દી આ...:ઉના પંથકમાં 200થી વધું ગણેશજીને DJના તાલે ધામધૂમથી વિસર્જન કરાયા; 157 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો

ઉનાએક મહિનો પહેલા

ઉના પંથકમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ દસ દિવસ સુધી પુજા અર્ચના કરી હતી. આજે વિસર્જનના દિવસે ઉના પંથકમાં ઠેર-ઠેર બેસાડેલા ગણપતિની મૂર્તિને નવાબંદર દરિયાના ઊંડા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ઉના શહેર અને તાલુકામાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ગણપતીની મૂર્તિની પુજા આરતી કર્યા બાદ વાહન પર બેસાડી ડીજેના તાલે ધામધૂમથી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થયાં હતાં. અને શહેરમા ઠેર-ઠેર પાણી, શરબત તેમજ પ્રસાદીનું સેવાભાવી યુવાનો દ્વારા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાહ એચ.ડી હાઇસ્કુલ પાસે રસ્તા પર સડ્ડા અડ્ડા ગ્રુપ દ્વારા શરબતનું ભવ્ય આયોજન સવારથી કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનમાં ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ઉના પંથક ગુંજી ઉઠ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે 3 પોલીસ અધિકારી, પોલીસ સ્ટાફ 54, હોમગાર્ડ 25, જી.આર.ડી 57, ટી.આર.બી 7, સહીત કુલ 157 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...