ઊનાના સૈયદ રાજપરા ગામની પ્રા.શાળામાં ધો.1 થથી 8 માં 1417 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના મહેકમ મુજબ 38 શિક્ષકો હોવા જોઇએ. તેની સામે માત્ર 16 શિક્ષકો ફરજ બજાવે છે. જેની સામે 25 શિક્ષકોની ઘટ હોય આ પ્રા.શાળામાં શિક્ષકોની ઘટ છેલ્લા ઘણા લાંબા સમયથી હોય જેની સીધી ગંભીર અસર છાત્રોના અભ્યાસ પર પડી રહી છે. શિક્ષકોની ઘટ હોવાથી અગાઉ અનેકવાર રજુઆતો કરી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી હતી. પરંતુ આજસુધી શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવેલ નથી. જોકે કોરોનાની મહામારીના કારણે સૌથી મોટી અસર છાત્રોના શિક્ષણ પર પડી હોય અને વર્તમાન સમયમાં શાળાઓમાં શિક્ષકોની ઘટના લીધે બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ બની ગયું છે.
હાલમાં તા. 26 જાન્યુ.2022 ના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્રારા 3300 વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવેલ જે કુલ ખાલી જગ્યાની ખુબજ ઓછી જગ્યા છે. રાજ્યની પ્રા.શાળામાં 19000 થી પણ વધારે વિદ્યાસહાયકોની જગ્યા ખાલી છે. ત્યારે આર ટી ઇ એક્ટના નિયમ મુજબ કુલ ખાલી જગ્યાના 60 ટકા પ્રમાણે 12500 અથવા સરકારના ભરતી કેલેન્ડર મુજબ દર વર્ષની 3300 ની એમ ચાર વર્ષની ભરતી કરવામાં આવે તેવી યોગ્ય નિરાકરણ લાવવાની માંગ સાથે ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. જેથી સરકારી શાળામાં ભણતા બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળે અને ટેટ પાસ બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવી હેતુ સાથે વિદ્યાસહાયકની ભરતીની જગ્યાઓમાં તાત્કાલીક વધારો કરવા માંગણી કરી હતી.
વાલીઓ ચિંતિત બન્યા -એક બાજુ સરકાર કહી રહી છે કે બાળકોને સરકારી શાળામાં જ પ્રવેશ અપાવો પણ બીજી બાજુ શિક્ષકોની ઘટ હોય વાલીઓ પણ મુંઝવણ માં મુકાયા છે.
મહેકમની શુ સ્થિતિ - ધો.1 થી 5 માં 945 છાત્રો સામે 4 તેંમજ ધો.6 થી 8 માં 471 છાત્રો સામે 9 શિક્ષક ફરજ પર છે.38 ની જરૂરિયાત સામે 16 શિક્ષક છે.જેમાં 2 ફરજ મુક્ત,1 છેલ્લા 6 મહિના થી શાળાએ આવ્યા નથી 1 શિક્ષક 31 મેં ના નિવૃત થાય છે.જ્યારે ધો.1 થી 5 માં 20 શિક્ષકની ઘટ જ્યારે 6 થી 8 માં 5 શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.