• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • One And A Half Inches Of Rain Fell In Dhokdwa Village In Half An Hour; In Villages Including Khapat, Vadviyala, Jargali, Shanawakiya, Nana Samdhiyala, Rainfall Was 1 Inch.

ઉનામાં મેઘમહેર:ધોકડવા ગામમાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો; ખાપટ, વડવીયાળા, જરગલી, શાણાવાકીયા, નાના સમઢીયાળા સહીતના ગામોમાં ધોધમાર 1 ઇંચ

ઉના4 દિવસ પહેલા

ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટી જોવા મળી રહ્યો છે. ગીર પંથક તેમજ નજીકના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ઝાંપડા વરસી રહ્યાં છે. ત્યારે આજે પણ બપોરના સમયે આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાવા લાગેલ અને સમી સાંજનાં સમયે ગાજવિજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ધોકડવા ગામમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમજ, ખાપટ, વડવીયાળા, જરગલી, શાણાવાકીયા, નાના સમઢીયાળા, પાણખાણ સહીતના ગામોમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પરથી પાણી પાણી થઈ ગયું હતું અને રસ્તા પર તળાવો જેવા દ્રશ્યો સર્જાયા હતાં.

જ્યારે સમગ્ર પંથકમાં ઠંડો પવન ફુકાતા ઠંડુગાર વાતાવરણ ફેલાયેલ હતું. જોકે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. જોકે આ વરસાદ ગાજ્યો એટલો વરસ્યો નહીં. આમ બે દિવસથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે. ઠેર-ઠેર પાણી ભરાયાં જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...