છકડાનો આગળનો ભાગ ઉંચો થઈ ગયો:ઉના ગીરગઢડા રોડ પર છકડોએ ગુલાંટ મારતા રસ્તા પર માલસામાન પથરાયો; સદનસીબે બનાવમાં કોઇ જાનહાનિ થઈ ન હતી

ઉના22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના ગીરગઢડા રોડ પરના પેટ્રોલ પંપ પાસે માલસામાન ભરેલ એક છકડો રીક્ષા પલટી ખાઈ ગયો હતો. પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવીને રોડ પર ચડતી વેળાએ અચાનક પલ્ટી મારતા રીક્ષાનો આગળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. ત્યરે ઘટના સમયે એવા દ્રશ્યો સર્જાયા કે છકડો જાણે હમણાં હવામાં ઉડાન ભરવાનો હોય.

છકડામાં અવરલોડ સામન ભરેલું હોવાથી ઘટના બની
આ ઘટના વખતે રીક્ષામાં માલસામાન ભરેલા પ્લાસ્ટિકના બારદાન રસ્તા પર પથરાઈ ગયેલ હતા. અને રીક્ષા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટના બનતાં આજુબાજુમાંથી પસાર થતાં લોકો એકઠાં થઈ ગયેલા અને રીક્ષાને સીધી કરી હતી. આ ઘટના બનવાનું કારણ છકડો રીક્ષામાં ઓવરલોડ માલ સામાન ભરેલ હોય જેથી અચાનક રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ હોવાનુ જાણવા મળેલ છે. સદનસીબે બનાવમાં કોઇ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...