સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ​​​​​​​અકસ્માત:ઉના દેલવાડા રોડ પર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી મારી; યુવકનો આબાદ બચાવ

ઉના4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાથી રાત્રિના સમયે પોતાની કાર લઈ યુવાન દેલવાડા તરફ જતો હતો. ત્યારે નાગનાથ મંદિર નજીક રસ્તા પર અચાનક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં કાર પલ્ટી મારી ગઈ હતી. આ અક્સ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે આ અકસ્માતમાં કારમાં નુકસાન થવા પામ્યું છે.

સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત
ગત રાત્રિના યુવક પોતાની કાર લઈ ઉનાથી દેલવાડા તરફ જઈ પહ્યો હતો. તે દરમિયાન અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં પલ્ટી મારી રસ્તાની સાઈડમાં બાવળના ઝાડમાં ઘુસી ગઈ હતી. આ અક્સ્માત સર્જાતાની સાથે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ કારચાલક યુવકને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કારચાલક યુવાનને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ કારમાં મોટું નુકશાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...